નેશનલ એપિલેપ્સી ડે – ૧૭ નવેમ્બર ૨૦૧૯ એપિલેપ્સીનો ઉપચાર શક્ય છે
વડોદરા : દુનિયાભરમાં એપિલેપ્સીના જેટલા દર્દી છે તેમાંથી લગભગ ૧૬ ટકા દર્દી ભારતમાં છે. દુનિયાભરમાં એપિલેપ્સીના સાત કરોડ દર્દી છે અને તેમાંથી ૧ કરોડ ૨૦ લાખ દર્દી ભારતમાં છે. ભારતમાં એપિલેપ્સીના દર્દીની આટલી મોટી સંખ્યા હોવા છતા એપિલેપ્સીના દર્દીઓનો કોઇ ઉપચાર નથી થતો. પરંતુ તેમને સામાજિક ભેદભાવનો સામનો કરવો પડે છે.
મેહતા ન્યુરોલોજી, વડોદરાના ન્યુરોલોજીસ્ટ ડો. મનન મેહતા અનુસાર, “દુનિયાભરમાં એપિલેપ્સીનું એક સામાન્ય લક્ષણ માથામાં ઇજા થવી છે જ્યારે ભારતમાં એપિલેપ્સીનું મુખ્ય કારણ ન્યૂરોકાઇસ્ટિસરોસિસ (ચેતાતંત્રનો પરોપજીવી રોગ) છે. આ ભારતીય ઉપમહાદ્વીપમાં એપિલેપ્સીના દૌરાના લગભગ ૩૦ ટકા વિકારો માટે જવાબદાર છે.” એપિલેપ્સી એક એવી બીમારી છે જેના પર નિયંત્રણ મેળવી શકાય છે પરંતુ ભારતમાં એપિલેપ્સીના દર્દીઓને ગંભીરતા પૂર્વક સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડે છે અને આ કારણે મોટાભાગના દર્દીઓ ઇલાજથી વંચિત રહી જાય છે. માઇગ્રેન, સ્ટ્રોક અને અલ્ઝાઇમર પછી સૌથી સામાન્ય ન્યૂરોલોજિકલ રોગમાંથી એક છે.
આનંદ આત્મન ન્યૂરોલોજી ક્લિનિક, વડોદરાના ન્યુરોલોજીસ્ટ ડો.એકતા ત્રિવેદી જણાવે છે કે, આજે એપિલેપ્સીના ઇલાજ અને તપાસની સુવિધાઓ ઉપલબ્ધ છે પરંતુ તેમ છતાં એપિલેપ્સીના અનેક કેસોની જાણ થતી નથી, કે તેની ખોટી તપાસ થાય છે અને એવા દર્દી અપ્રશિક્ષિત ચિકિત્સક પાસે ઇલાજ માટે પહોંચે છે. આ ચિકિત્સક વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિના હોય છે. આ બીમારીને લઇને જે હાલની સ્થિતિ છે એ માટે પ્રચલિત ભ્રમણા, સાંસ્કૃતિક માન્યતાઓ અને જાગૃતતાનો અભાવ મુખ્ય રીતે જવાબદાર છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે વધતી જાગૃતતાની સાથે શહેરી વિસ્તારોમાં ઇલાજ માટે ચિકિત્સકો પાસે પહોંચતા દર્દીઓની ટકાવારી ૬૦ ટકાની આસપાસ છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં સ્થિત ખૂબ જ નિરાશાજનક છે અને એપિલેપ્સીનો દૌરો પડ્યા બાદ માત્ર દસ ટકા દર્દી ચિકિસ્તકીય સહાયતા માટે પહોંચે છે. ગ્રામીણ વિસ્તારોમાં એપિલેપ્સીના દૌરા વિશેષ લક્ષણ છે જેમાં હાથ અને પગમાં ધ્રૂજારી થવી છે અને ગામના લોકો એપિલેપ્સીના દૌરા પડવાને સમજી લે છે કે રોગીના શરીર પર કોઇ ખરાબ આત્મા અથવા ભૂતપ્રેતનો છાંયો છે.
નિષ્ણાંતો જણાવે છે તે ૧૫ થી ૫૦ વર્ષના લોકોમાં એપિલેપ્સીનું સૌથી સામાન્ય કારણ ન્યૂરોસાઇટિસ્ટેરોસિસ છે. આ હંમેશા સંક્રમિત પોર્ક કે ધોયા વગરની ભૂગર્ભ શાકભાજીના ખાવાના કારણે થાય છે.
એપિલેપ્સીના બે પ્રકાર હોય છે. સૌથી સામાન્ય પ્રકારની એપિલેપ્સી ઓછી વયમાં હોય છે અને આ આનુવંશિક કારણોથી થાય છે. બીજા પ્રકારની એપિલેપ્સી અચાનક થાય છે. જો કે આનો પૂરી રીતે ઇલાજ નથી કરી શકાતો પરંતુ ડાયબિટીસ અને હાઇ બ્લડપ્રેશરની જેમ આનું યોગ્ય સંચાલન કરી શકાય છે. વાઇના રોગીઓને ચિકિત્સકની સલાહ અનુસાર દવા લેવી જોઇએ, પૂરતો વ્યાયામ કરવો જોઇએ, સ્વસ્થ આહાર લેવો જોઈએ અને પૂરતી ઊંઘ લેવી જોઈએ.