નેશનલ બોકસીંગ ચેમ્પીયનશીપ ટુર્નામેન્ટ માટે ગુજરાતની ટીમ રવાના
કર્ણાટકના બેલારી ખાતે યોજાનાર નેશનલ બોકસીંગ ચેમ્પીયનશીપ ટુર્નામેન્ટ માટે સોમવારે ગુજરાતની ટીમ ૧૩ બોકસરો ઉપરાંત બે કોચ અને એક રેફરી સાથેની ૧૬ સભ્યોની ટીમ સવારે રેલવે દ્વારા કર્ણાટકના બેલારી ખાતે જવા રવાના થઈ હતી.
તા.૧૪ થી રર સપ્ટેમ્બર, 2021 સુધી યોજાનાર આ ટુર્નામેન્ટમાં દરેક રાજયોમાંથી ટીમો રમવા માટે રવાના થઈ છે.
પહેલા હરિયાણા રાજ્યમાંથી સૌથી વધુ બોકસરો તૈયાર થતાં હતા. પરંતુ હવે ગુજરાતના યુવાનો પણ બોક્સિંગ પ્રત્યે આકર્ષાયા છે અને મોટી સંખ્યામાં યુવાનો બોક્સિંગ તરફ વળ્યા છે.