નેશનલ લો, ફોરેન્સિક સાયન્સ અને રક્ષાશક્તિ આ ત્રણેય યુનિવર્સિટી એક સુત્રતાથી કામ કરે તો ધાર્યું પરિણામ મળી શકેઃ નરેન્દ્ર મોદી
અમદાવાદ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રિય રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાશે.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, રાષ્ટ્રિય રક્ષાશક્તિ યુનિવર્સિટી દેશભરમાં રક્ષાના ક્ષેત્રમાં જે પોતાની કારકિર્દી બનાવવા માગે છે, રક્ષાનું ક્ષેત્ર માત્ર યુનિફોર્મ અને દંડાનું નથી આ વિસ્તૃત ક્ષેત્ર છે. તેમાં વેલ ટ્રેઇન્ડ મેનપાવર સમયની માગ છે. આખા વિશ્વમાં માત્ર ગાંધીનગર એકમાત્રમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આવેલી છે.
મોદીએ વધુમાં જણાવ્યું છેકે, આજના સમયામાં ક્રાઇમ ડિટેક્શન માટે ટેક્નોલોજી મદદરૂપ થઇ રહી છે. તેવા સંજાેગોમાં યોગ્ય લોકો પાસે યોગ્ય હથિયાર અને ટ્રેનિંગની જરૂર છે. તમે કેટલાક કેસ સ્ટડી પણ ભણતા હશો. જેમાં ટેક્નોલોજીની મદદથી કેસ ઉકેલાયા છે. માત્ર પરેડ એ રક્ષાક્ષેત્રનું કામ નથી. તેટલું નહીં દિવ્યાંગ ભાઇ-બહેન રક્ષાશક્તિ ટ્રેનિંગ મેળવે તો રક્ષા ક્ષેત્રે મોટું યોગદાન આપી શકે તેમ છે.
આખા વિશ્વમાં ફોરેન્સિક સાયન્સ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાંય નથી અને છે તો તે માત્ર ભારતમાં અને એ પણ ગાંધીનગરમાં છે. નેશનલ લો યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ અને રક્ષાશક્તિ યુનિવર્સિટી આ ત્રણેય યુનિવર્સિટી સાયલોમાં-એક સુત્રતાથી કામ કરે તો ધાર્યું પરિણામ મળી શકે છે. ગુનેગારોનું માનસિક અધ્યયન થવું જાેઇએ કે જે જેલનો પણ માહોલ બદલવામાં કામ કરી શકે અને ગુનેગાર જેલમાંથી પણ સારો માણસ બનીને બહાર નીકળે.
મોદીએ જણાવ્યું છેકે, હવે કુંટુંબનો નાના થઇ રહ્યાં છે ત્યારે પોલીસ જવાનો ૬, ૧૨ કે ૧૬ કલાક સુધી કામ કરે છે ત્યારે સ્ટ્રેસની અનૂભુતિ કરી રહ્યા છે. ત્યારે આવા સમયે સ્ટ્રેસ ફ્રી એક્ટિવિટી, ટ્રેનિંગની જરૂરિયાત માટે જરૂરી ટ્રેનર જાેઇએ.
રક્ષાશક્તિ યુનિવર્સિટી આવા ટ્રેનર તૈયાર કરી શકે અને યુનિફોર્મવાળા મનથી મસ્ત રહે તે કામ કરી શકે. સેનામાં યોગા ટીચર, રિલેક્શેશન ટીચર જેવી આવશક્યતા પડી રહી છે. જે કામ આ યુનિવર્સિટી કરી શકે છે.
આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, રાષ્ટ્રિય રક્ષાશક્તિ યુનિવર્સિટી દેશભરમાં રક્ષાના ક્ષેત્રમાં જે પોતાની કારકિર્દી બનાવવા માગે છે, રક્ષાનું ક્ષેત્ર માત્ર યુનિફોર્મ અને દંડાનું નથી આ વિસ્તૃત ક્ષેત્ર છે.
તેમાં વેલ ટ્રેઇન્ડ મેનપાવર સમયની માગ છે. એટલા માટે રક્ષાના ક્ષેત્રમાં ૨૧મી સદીના પડકારોને અનુરુપ આપણી વ્યવસ્થા વિકસિત થાય અને તેને સંભાળનારા વ્યક્તિવનું પણ વિકાસ થાય તે હેતુ સાથે આ યુનિવર્સિટીનો જન્મ થયો. પહેલા આ યુનિવર્સિટી ગુજરાત પુરતી હતી બાદમાં તેને કેન્દ્ર સરકારે યોગય્તા આપી. આ દેશનું ઘરેણું છે.
આજે એક પાવન અવસર છે. નમક સત્યાગ્રહ અંગ્રેજાેના અન્યાય સામે ગાંધીજીના નેતૃત્વમાં જે આંદલોન શરૂ થયું હતું. આઝાદીના ૭૫ વર્ષ મનાવી રહ્યાં છીએ ત્યારે આ સત્યાગ્રહીઓને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આજનો દિવસ મારા માટે એક યાદગાર અવસર છે.
મોદીએ વધુમાં જણાવ્યું છેકે, આઝાદી પછી પોલીસ રિફોર્મની જરૂર હતી પરંતુ દુર્ભાગ્યપૂર્ણ આપણા દેશમાં એ દિશામાં જે કામ થવું જાેઇતું હતું તે થયું નથી. સામાન્ય માન્યતા એવી છેકે, ખાસ કરીને પોલીસ સંદર્ભે કે તેમનાથી બચકે રહો, દૂર રહો. જાે કે, સેના યુનિફોર્મમાં આવે છે, તેમને જાેઇને આપણને કોઇ સંકટ નહીં આવે તેવી ભાવના પેદા થાય છે. ભારતમાં આવા મેનપાવર સુરક્ષાક્ષેત્રે લાવવા જરૂરી છે.
સામાન્ય માનવીના મનમાં મિત્રતા, વિશ્વાસનો અનુભવ કરાવે. ટ્રેનિંગ મોડ્યુલ બદલવાની જરૂર છે અને તેનો ભારતમાં આ પ્રથમ પ્રયોગ હતો અને રક્ષા શક્તિ યુનિવર્સિટી દેશભરમાં વિસ્તરશે. આપણા દેશમાં પોલીસનું વરવું ચિત્ર રજૂ કરાય છે. તે ફિલ્મ હોય કે અખબાર હોય પોલીસના ચિત્રણના કારણે સમાજમાં સત્ય પહોંચતું નથી. કોરોનાકાળમાં પોલીસે કોઇને ખાવાનું કે દવા પહોંચાડીને માનવીય ચહેરા જનસામાન્યમાં ઉભરી આવ્યા હતા. પરંતુ ફરી એ અટકી ગયું.
અમિત શાહે જણાવ્યું છેકે, ફોરેન્સિક યુનિવર્સીટીએ અન્ય રાજયોમાં તેના કેમ્પસ વિકસાવવીને વિસ્તરણ કર્યુ છે. તેમ હવે રાષ્ટ્રીય રક્ષા શકિત યુનિ. ખુબ ઝડપથી તમામ ક્ષેત્રે આગળ વધશે અને કેમ્પસ ખોલશે ડીવાયએસપી,પીએસઆઇ અને કોન્સ્ટેબલ બનવા માગતા યુવાનોને એ લેવલની પ્રોફેશનલ ટ્રેનિંગ આપાવામાં આવશે અને સરકારી કર્મચારી નહીં પરંતુ વડાપ્રધાન કહે છે, તે રીતે કર્મયોગી બનાવવાનું વાતાવરણ અને ઇન્ફ્રાસ્ટ્રકચર આ યુનિવર્સિટીમાં ઉપલ્બધ કરાવશે.આ પહેલા વડાપ્રધાન રાજભવનથી ઘટના સ્થળે રોડ શો કરીને પહોંચ્યા હતાં રસ્તામાં ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.HS