નેશનલ હાઇવેથી ધોળાવીરા-સફેદ રણ વચ્ચેનું અંતર ૮૦ કિ.મી. ઘટી જશે

૧૦૦ જેટલી બોર્ડર આઉટ પોસ્ટને મળશે વ્યૂહાત્મક કનેક્ટિવિટીનો લાભ
અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પ્રવાસન સ્થળો, યાત્રાધામોના વિકાસ તેમજ નવા પ્રવાસન આકર્ષણો ઉભા કરવાની જે કામગીરી ચાલી રહી છે, તેનો ચિતાર પોતાના બ્લોગમાં લખી જનતા સમક્ષ મુક્યો છે.
મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્રવાસન વિકાસના અનેકવિધ કાર્યો અને ખાસ કરીને કચ્છમાં બની રહેલા નેશનલ હાઇવે અને સરહદી વિસ્તારમાં એનસીસીની પ્રવૃત્તિઓની વાત કરતાં જણાવાયું હતું કે ધોળાવીરામાં પુરાતન સમયની સુઆયોજિત નગર રચના, વરસાદી પાણીના સંગ્રહ માટેની જળસંચયનું અદભૂત આયોજન તથા એક આધુનિક માનવ વસાહત માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ નિહાળી અભિભૂત થયા વિના રહી શકાય તેમ નથી.
મેં આ પ્રાચીન ધરોહરના અવશેષો, પુરાતત્વીય વસ્તુઓ તથા પૌરાણિક સ્મૃતિઓના સંગ્રહસ્થાન એવા મ્યુઝિમની મુલાકાત લીધી અને એ અંગેનું પ્રેઝન્ટેશન પણ નિહાળ્યુ. આવનારા દિવસોમાં ધોળાવી પર્યટકો માટેનું નવું નજરાણું બનશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.
ધોળાવીરાની મુલાકાત દરમ્યાન ગઢુલી સાંતલપુર નેશનલ હાઇવેના પ્રગતિ હેઠળના કામોનું પણ નિરીકષણ કર્યુ હતું. કુલ ૨૬૪ કિ.મી.ની લંબાઇના નેશનલ હાઇવે નંબર ૭૫૪ કિ.મી.ની ચાર લીંકમાં ગઢુલી, ધોળાવીરા, કચ્છનું સફેદ રણ તથા ખાવડાનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકાર દ્વારા અંદાજે ૩૨૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણધીન આ નેશનલ હાઇવે દ્વારા ધોળાવીરાથી સફેદ રણ વચ્ચેનું અંતર ૮૦ કિ.મી. જેટલુ ઘટી જશે.
ઉપરાંત ધોળાવીરા, સફેદ રણ, માતાના મઢ, હાજીપીર દરગાહ અને ખાવડાને પણ સીધી નેશનલ હાઇવેની રોડ કનેક્ટિવીટી મળતી થશે. નેશનલ હાઇવે દ્વારા ૧૦ જેટલી બોર્ડર આુટ પોસ્ટને પણ કનેક્ટિવીટીના વ્યૂહાત્મક લાભ મળશે.