નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની પુછપરછ કરતા દેશભરમાં કોંગ્રેસના પ્રદર્શન
નવીદિલ્હી,કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ મની લોન્ડ્રીંગ કેસ મામલે આજે ઇડી સામે હાજર થયા હતાં અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કર્યા હતાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ઘણા નેતાની પોલીસે અટકાયત કરી છે. કોંગ્રેસે ભાજપા પર બદલાની રાજનીતિ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે પૂર્વ પાર્ટી પ્રમુખ પાછળ હટશે નહીં.
કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે આજે દેશમાં જે થઇ રહ્યું છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. પીએમ દેશને સંદેશ આપે કે હિંસા બર્દાશ્ત કરવામાં આવશે નહીં. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ઇડી સામે હાજર થતા પહેલા તેમના પ્રત્યે અકજુટતા વ્યક્ત કરવા માટે પાર્ટી મુખ્યાલયમાં ભેગા થયા છીએ. કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલે કહ્યું હતું કે નેશનલ હેરાલ્ડમાં કોઈ જ કૌભાંડ થયું નથી.
નેશનલ હેરાલ્ડ કંપનીએ યંગ ઈન્ડિયા કંપનીની લોન ચુકવી છે અને કર્મચારીઓને પગાર આપ્યો છે. અમે ભાજપ સરકારની જેમ સરકારી સંપત્તિઓને વેચી નથીપી.ચિદમ્બરમે પીટીઆઈ ભાષાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે રાહુલ ગાંધીને મોકલાવેલ ઇડીનું સમન્સ નિરાધાર છે અને એવું લાગે છે કે ભાજપા નેતા કે પાર્ટી દ્વારા શાસિત રાજ્ય તપાસ એજન્સીના અધિકાર ક્ષેત્રમાં આવતા નથી.
તપાસ એજન્સી સામે હાજર થવાના નિર્દેશને લઇને કોંગ્રેસના શક્તિ પ્રદર્શનના ર્નિણય વિશે પૂછવા પર ચિદમ્બરમે કહ્યું કે હું એક કોંગ્રેસ સભ્ય અને વકીલના રૂપમાં પોતાની વાત રાખવા માંગું છું. રાહુલ ગાંધીને પીએમએલએ અંતર્ગત મોકલાવેલ ઇડીનું સમન્સ નિરાધાર છે.hs3kp