Western Times News

Gujarati News

નેસ્ટ પબ્લિક સ્કૂલ અને પૂજન ચિલ્ડ્રન હોસ્પિટલે બે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યા

અમદાવાદ, અમદાવાદના ર્નિણયનગર વિસ્તારમાં આવેલ નેસ્ટ પબ્લિક સ્કૂલ અને પૂજન ચિલ્ડ્રન હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કોરોના પછી વાલીઓ અને વિદ્યાર્થીઓને પડતી તકલીફો અંગે એક નવતર અભિગમ કર્યો છે. જેમાં ૧૦૦૦થી વધુ વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું અને સાથે ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓનું ફ્રી હેલ્થ ચેક અપ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. આ બંને કાર્યક્રમે વર્લ્‌ડ રેકોર્ડ સર્જીને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નવા આયામો સર કર્યા છે.

આ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ અમદાવાદના મેયર કિરિટ પરમાર, ભાજપ અગ્રણી કે.સી. પટેલ, પૂજન ચિલ્ડ્રન હોસ્પિટલના ડો. પરાગ ઠાકર, નેસ્ટ પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી ચિરાગ શાહ સહિત સ્કૂલના પ્રિન્સીપાલ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સ્કૂલને આ કાર્યબદલ શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા આ નવતર અભિગમથી વિદ્યાર્થીઓની અને વાલીઓની અનેક તકલીફો દૂર કરવા માટે મદદરુપ થશે. કોરોનાના સમયગાળામાં વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ અને ત્યારબાદ ઓફલાઈન અભ્યાસથી અનેક સમસ્યાઓ પડતી હતી. આ સમસ્યાઓને ઉકેલ લાવવા માટે સ્કૂલ દ્વારા ડિસ્કવર યોર ચાઈલ્ડ-૨૦૨૨ની થીમ ઉપર યોજવામાં આવેલ કાર્યક્રમથી અનેક સમસ્યાઓ દૂર થશે સાથે બાળકોના હેલ્થ ચેક અપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

પૂજન ચિલ્ડ્રન હોસ્પિટલના ડો. પરાગ ઠાકરે જણાવ્યું હતું કે, અમારી ટીમથી આજે ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓનું ફ્રી હેલ્થ ચેક અપ કેમ્પ યોજાઈ રહ્યો છે અને સાથે આ હેલ્થ ચેક અપ કેમ્પ વર્લ્‌ડ રેકોર્ડ સર્જી રહ્યો છે જે અમારા માટે ખૂબજ ગૌરવની વાત છે. પૂજન હોસ્પિટલ ચાંદલોડીયા, ઘાટલોડીયા, રાણીપ, ર્નિણયનગર, વાડજ, સહિતના આજુબાજુના વિસ્તારોમાં અનેક વખત આવા કેમ્પો કરાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.