Nestle અને HUL તેમના ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યો
નવીદિલ્હી, ખાવા-પીવાની વસ્તુઓના ભાવ વધવાથી જાે આપ પરેશાન છો અને વિચારી રહ્યા છો કે મોંઘવારી પોતાના ચરમપંથે છે તો જરા થોભો. આપની આ મુશ્કેલી આવનારા દિવસોમાં હજુ વધવાની છે. કેમ કે ખાદ્ય ઉત્પાદ બનનારી કંપનીઓ ફરીથી કિંમતોમાં વધારો કરવાની છે. ગયા મહિને જ દિગ્ગજ એફએમસીજી કંપનીઓ નેસ્લે અને એચયુએલએ પોતાના ઉત્પાદોના ભાવ વધાર્યા છે.
કમોડિટીની ગ્લોબલ કિંમતો વધવાથી પરેશાન એફએમજીસી કંપની નેસ્લે એકવાર ફરીથી પોતાના ઉત્પાદનોના ભાવ વધારવાની તૈયારીમાં છે. કંપનીનુ કહેવુ છે કે ખાદ્ય તેલ, કોફી, ઘઉં અને ફયૂલ જેવી કમોડિટીના ભાવ ૧૦ વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. આનો અર્થ એ થયો કે કંપની આનો બોઝ ગ્રાહકો પર નાખશે.
નેસ્લેના જણાવ્યા અનુસાર કમોડિટીની કિંમત વધવાથી કાચા માલ અને પેકેજિંગ સામાનના ભાવ ૧૦ વર્ષના ઉંચા સ્તર પર પહોંચી ગયા છે. આનાથી ખર્ચ વધતો જઈ રહ્યો છે અને સંચાલન લાભ પ્રભાવિત થયો છે. FMCG કંપની Nestle Maggie, KitKat, NesCafe જેવા પ્રચલિત ઉત્પાદ બનાવે છે. આ સિવાય પાઉડર મિલ્ક સહિત કેટલાક અન્ય ઉત્પાદનો બનાવે છે.
Nestle એક નિવેદન જારી કરીને કહ્યુ કે ટૂંકાથી મધ્યમ ગાળામાં મોંઘવારી નિરંતર વધવાની સંભાવના છે. આ પડકારનો સામનો કરવા માટે કંપની મૂલ્ય નિર્ધારણની રણનીતિઓની સાથે તૈયાર છે. આને વિવેકપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે. જેથી કંપનીએ એ જણાવ્યુ નહીં કે કિંમતોમાં બીજીવાર વધારો કયારથી કરવામાં આવશે.HS