Western Times News

Gujarati News

નેહરુ યુવા કેન્દ્ર આણંદ દ્વારા એક ફ્રીડમ રન નું જિલ્લા સ્તરીય આયોજન કરવામાં આવ્યું . 

(સાજીદ સૈયદ)  નડીયાદ, ભારત સરકાર ના યુવા કાર્યક્રમ હેઠળ કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર – આણદ ની કાર્યાલય દ્વારા આજ રોજ ૭પ માં આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન એક ફ્રીડમ રન નું આયોજન સરદાર પટેલ સ્મારક – કરમસદ થી લઈને સરદાર પટેલ સ્કુલ થી લઇ ને શ્રી સરદાર પટેલ સાહેબ ના ઘર સુધી નું આયોજન હાથ ધરવામાં આવેલ છે .

સદર કાર્યક્રમમાં  મીતેશભાઇ પટેલ ( બકાભાઈ ) , સાસંદ આણંદ , માનનીય  દિલિપભાઇ પટેલ , પૂર્વ સાંસદ – આણંદ કલેકટર  એમ , વાય દક્ષિણી  ,  મામલતદાર પરમાર  – આણંદ તેમજ  દીવ્યગ ભાઈ વોરા – વહીવટી અધિકારી , સરદાર પટેલ સ્મારક  શ્રીમતી મનીષા શાહ રાજ્ય નિયામક  યુવા કેન્દ્ર સંગઠન –ગાંધીનગર હાજર રહ્યા હતા .

સદર કાર્યક્રમ અંતર્ગત શ્રી સરદાર પટેલ સ્મારક – કરમસદ થી લઇ ને સરદાર પટેલ સ્કુલ થી લઇ ને સરદાર પટેલ સાહૅબ ના ઘર સુધી એક દૌડ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેહરુ યુવા કેન્દ્ર – આણંદ સાથે જોડાયેલ લગભગ ૧૨૦ યુવાન / યુવતીઓ ને ભાગ લીધો હતો . કાર્યકમ નો મુખ્ય ઉદ્દેશ ભારત ની આઝાદી ને પૂર્ણ થતા ૭૫ વર્ષ છે , અને કાર્યકમ , સવારે ૮.૦૦ વાગે સરુ કરવામાં આવ્યો હતો.

સદર કાર્યક્રમ આણંદ જીલ્લા ના પસંદગી કરેલ ૩ પ – ગામો પણ દર શનિવાર ના રોજ જેમાં ફીટ ઇન્ડિયા ને લગતા કાર્યક્રમો સામેલ કરવામાં આવશે . કાર્યક્રમનું આયોજન  શ્રીમતી મનીષા શાહ , રાજ્ય નિયામક  યુવા કેન્દ્ર સંગઠન -ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ  અક્ષય શર્મા , જિલ્લા યુવા અધિકારી તેમજ  સંજય પટેલ ના નેજા હેઠળ થયું હતું .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.