નેહરુ યુવા કેન્દ્ર દ્વારા જિલ્લા લેવલ યુવા સંમેલન/યોગ દિવસ કાર્યક્રમ ઉજવાયો
(પ્રતિનિધિ) નડિયાદ, ભારત સરકાના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સાથે કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર નડિયાદની કચેરી દ્વારા તા.ર૧.૬.ર૦૧૯ સેન્ટ મેરી હાઈસ્કૂલ, નડિયાદ ખાતે સવારમાં વિશ્વ યોગ દિવસ અને ત્યારબાદ જિલ્લા લેવલ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ દીપ પ્રગટાવી મહેમાનો દ્વારા સદર કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો. કાર્યક્રમ અંતર્ગત દેશ ભક્તિ, રાષ્ટ્ર નિર્માણ, દેશના વિકાસમાં યુવાનું મહત્વ, જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાજર રહેલ મહેમાનો દ્વારા વિષય અનુરૂપ વકતવ્યો રજુ કર્યા હતા. નેહરુ યુવા કેન્દ્ર સાથે જાડાયેલ વિવિધ યુવક/ મહિલા મંડળોના સભ્યો તેમજ સેન્ટ મેરી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ મળી રપ૦ની સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળતા અપાવી હતી.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી રાઠોડ નાયબ જીલ્લા પોલીસ વડા, શ્રીમતિ કાજલબેન, જીલ્લા શિક્ષણાધિકારી તથા શ્રી ખ્રિસ્તી સાહેબ શહેર મામલતદાર શ્રી નડિયાદ, શ્રી ઉદય રાઠોડ- રોજગાર કચેરી- નડિયાદ તેમજ ફાધર રોકી પિંટો- આચાર્ય શ્રી સેન્ટ મેરી હાઈસ્કૂલ, શ્રી મહેશ રાઠવા જીલ્લા યુવા સંયોજક- નેહરુ યુવા કેન્દ્ર શ્રી સંજય પટેલ, પ્રોગ્રામ કન્વીનર નેહરુ યુવા કેન્દ્ર જેવા મહાનુભાવો હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. કાર્યક્રમમાં શ્રી મહેશ રાઠવા દ્વારા નેહરુ યુવા કેન્દ્રની પ્રવૃતીઓ વિષે માહિતી આપવામાં આવી હતી. સેન્ટર મેરીની બહેનો દ્વારા લોકગીત, સ્વાગત ગીતો રજુ કરવામાં આવ્યા હતા. તમામ બહેનો તથા હાજર રહેલ મહેમાનોને નેહરુ યુવા કેન્દ્ર નડીયાદની કચેરી દ્વારા સ્મૃતિ ચિન્હો ભેટ આપવામાં આવ્યા હતા. અંતમાં સૌ એ રાષ્ટ્ર-ગાન ગાઈને અલ્પાહાર લઈ છુટા પડયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી સંજય પટેલ, પ્રોગ્રામ- કન્વીનરે નેહરુ યુવા કેન્દ્ર- નડિયાદના રાષ્ટ્રીય યુવા કર્મી મિત્રોના સહયોગથી કર્યું હતું.*