નેહાને પ્રેગનેન્ટ જાેઇને તેની સાસુએ એવું રિએક્શન કે ચોંકી ઉઠયા હતાં
મુંબઇ, નેહા કક્કર વારંવાર સોશ્યલ મીડિયા પર ટ્રોલ થતી રહે છે. તે ગીત પ્રમોટ કરવા માટે ઘણીવાર એવું કરે છે કે લોકો તેને ટ્રોલ કરવાની તક છોડતાં નથી. જ્યારે નેહાનું ગીત ખ્યાલ રખ્યા કર આવ્યું ત્યારે તે ગીતને પ્રમોટ કરવા માટે નેહા પબ્લિક પ્લેસ પર બેબી બંપ લગાવીને ફરી હતી. તે વખતે લોકોને ખ્યાલ નહોતો કે આ પ્રમોશનનો હિસ્સો છે. બેબી બંપ જાેઇને તેની સાસુને પણ એવું લાગ્યું હતું કે નેહા ખરેખર પ્રેગનેન્ટ છે.
હાલમાં જ કાંટા લગા ગીતને પ્રમોટ કરવા માટે નેહા ધ કપિલ શર્મા શોમાં પહોંચી ગઇ હતી. ત્યારે કપિલે તેને પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં નેહાએ કબૂલ કર્યું હતુ કે, તેની સાસુને પણ ખરેખર લાગ્યું હતું કે સિંગર પ્રેગનેન્ટ છે.
નેહાએ શોમાં કહ્યું કે, સાચું કહું જ્યારે ખ્યાલ રખ્યા કર ગીત આવ્યું હતુ ત્યારે બેબી બંપ જાેઇને મમ્મીજીએ કહ્યું, બેટા ગુડ ન્યુઝ ઘણી જલ્દી ન આવી ગઇ? ત્યારે મે જવાબ આપ્યો કે મમ્મા તમે તો આવું ન કહો, તમે બધુ જાણો છો. અમારા હાલમાં જ લગ્ન થયા છે, અમે હમણા જ મળ્યા છીએ. નેહા કક્કડે કહ્યું કે, ઘણા લોકોને એવું લાગી રહ્યું હતું કે, રોહનપ્રીત સાથે તેણે ઉતાવળમાં એટલે લગ્ન કર્યા કારણકે તે પહેલાથી જ પ્રેગનેન્ટ હતી. મહત્વનું છે કે, ૨૦૨૦ ડિસેમ્બરમાં નેહા કક્કરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પતિ સાથે એક તસવીર શૅર કરી હતી.
આ તસવીરમા તે બેબી બંપ સાથે નજર આવી રહી હતી. નેહાએ કેપ્શનમાં લખ્યું કે, ખ્યાલ રખ્યા કર. લોકોએ હકીકત જાણ્યા બાદ નેહાને ખુબ ટ્રોલ કરી હતી.HS