Western Times News

Gujarati News

નેહાનો અજીબોગરીબ લૂક જાેઈને ફેન્સને લાગી નવાઈ

મુંબઈ, પ્લેબેક સિંગર નેહા કક્કડનું ભાઈ ટોની કક્કડ અને યો યો હની સિંહ સાથેનું સોન્ગ ‘કાંટા લગા’ હાલમાં જ રિલીઝ થયું છે અને ધૂમ મચાવી રહ્યું છે. નેહા કક્કડના ફેન્સને તેનું આ સોન્ગ પસંદ આવી રહ્યું છે પરંતુ કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સને સોન્ગમાં તેનો લૂક ગમી રહ્યો નથી.

નેહા ક્ક્‌કડ આમ તો તેના દરેક સોન્ગમાં વેસ્ટર્ન આઉટફિટમાં જાેવા મળે છે પરંતુ ‘કાંટા લગા’માં તેણે અલગ જ સ્ટાઈલ અપનાવી છે. નેહા કક્કડે સોશિયલ મીડિયા પર ‘કાંટા લગા’ લૂકની ત્રણ તસવીરો શેર કરી છે. જેમાં તેણે શિમરી પિંક કોર્સેટ ટોપ અને ગ્રીન સ્કર્ટ પહેર્યું છે તેમજ માથામાં રૂમાલ બાંધ્યો છે. નેહા કક્કડે જેવી પોતાની તસવીરો શેર કરી કે લોકોએ તેની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું.

એક યૂઝરે લખ્યું છે ‘દેશી વંડર વૂમન’, એક યૂઝરે લખ્યું છે ‘દીદી તારા પર આ કપડા જરાય સારા નથી લાગતા’. અન્ય યૂઝરે લખ્યું છે ‘જ્યારે તમે કાર્બીની જેમ ડ્રેસ અપ કરવાનો પ્રયાસ કરો પરંતુ અંતમાં તમે નિબ્બી લાગો’. આ સિવાય એકે લખ્યું છે ‘લાગે છે કે તમે પણ રણબીર સિંહને મળીને આવ્યા છો મેડમ’. અન્ય એકે મજાક ઉડાવતા લખ્યું ‘કાંટો તમને જાેરદાર વાગ્યો હોય તેમ લાગી રહ્યું છે’.

આ સિવાય એકે તો તેને ‘ડાકણ’ કહી દીધી છે. જાે કે, નેહા કક્કડના ફેન્સને તેનો આ લૂક ગમ્યો છે અને તેમણે હાર્ટ અને ફાયર ઈમોજી મૂકી છે.

કાંટા લગા’ સોન્ગને સફળતા મળતા હાલમાં જ તેની સક્સેસ પાર્ટી યોજાઈ હતી. જેમાં નેહા કક્કડ, રોહનપ્રીત સિંહ, યો યો હની સિંહ, સોનૂ સુદ, નિયા શર્મ, અશનૂર કૌર સહિતના ટીવીના જાણીતા સેલેબ્સ હાજર રહ્યા હતા. નેહા કક્કડ અને ટોની કક્કડ આ સોન્ગના પ્રમોશન માટે બિગ બોસ ઓટીટીના ઘરમાં પણ ગયા હતા. નેહા કક્કડ છેલ્લે વિશાલ દદલાની અને હિમેશ રેશમિયા સાથે સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨ જજ કરતી જાેવા મળી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.