નેહા કક્કડે પતિ સાથે જંગલમાં શું બનાવી ખાધું?

નેહા કક્કડે પતિ-પરિવાર સાથે મસૂરીમાં કર્યું ટ્રેકિંગ -મસૂરીના જંગલમાં નેહા કક્કડે તીરંદાજી પર પણ હાથ અજમાવ્યોઃ ઘણા સમયથી ટીવી સ્ક્રીનથી દૂર છે નેહા કક્કડ
મુંબઈ, બોલિવુડ પ્લેબેક સિંગર નેહા કક્કડ હાલ કામકાજમાંથી બ્રેક લઈને આરામના મૂડમાં છે. તે હાલ પતિ રોહનપ્રીત સિંહ, ભાઈ ટોની કક્કડ, મમ્મી-પપ્પા તેમજ પરિવારના બાકીના સભ્યો સાથે વેકેશન પર છે. નેહા કક્કડ પરિવાર સાથે ભારતના પ્રસિદ્ધ હિલસ્ટેશનમાંથી એક મસૂરી (ઉત્તરાખંડ) પહોંચી છે.
તેણે અહીંયા પરિવાર સાથે જંગલમાં ટ્રેકિંગની મજા લીધી હતી. ટ્રેકિંગના વીડિયોમાં સિંગરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યા છે. જેમાં તે બેઝ કલરના કમ્ફર્ટેબલ પેન્ટ, બ્લેક ટી શર્ટ, રાઉન્ડ કેપ અને વ્હાઈટ સ્નીકર્સમાં જાેવા મળી રહી છે. તો પતિએ પણ તેની સાથે ટિ્વનિંગ કરતાં પેન્ટ, બ્લેક ટી શર્ટ અને કેપ પહેરી છે.
નેહા કક્કડે જે વીડિયો શેર કર્યા છે, જેમાં તે જાેઈ શકાય છે કે તે પતિનો હાથ પકડીને ટ્રેકિંગ કરી રહ્યા છે. બધા પંજાબીમાં મોટેમોટીથી નારા લગાવી રહ્યા છે અને જંગલના ઉબડ ખાબડ રસ્તા ચડી રહ્યા છે. વીડિયોમાં એક સુંદર ઝરણું પણ જાેઈ શકાય છે. જ્યાં તેઓ બધા થોડો સમય રોકાયા હતા અને આરામ કર્યો હતો.
ઠંડા વાતાવરણમાં મેગી ખાવાની મજા જ કંઈક અલગ છે, તેમાં પણ જાે પરિવાર સાથે હોય તો તે આનંદ બમણો થઈ જાય. નેહા કક્કડે પણ જંગલમાં મેગી બનાવી હતી અને બાદમાં પરિવાર સાથે તેનો સ્વાદ લીધો હતો. નેહા કક્કડે તેનો વીડિયો શેર કર્યો છે, જેમાં મેગી ખાતા-ખાતા રોહનપ્રીત સિંહ સસરા સાથે વાતોમાં મશગુલ છે.
નેહા કક્કડે જંગલમાં તીરંદાજી કરી હતી. સોશિયલ મીડિયામાં સામે આવેલા વીડિયોમાં તેને તીરંદાજીમાં હાથ અજમાવતી તો બાકીના લોકોને ચીયર કરતાં સાંભળી શકાય છે.