નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહ વચ્ચે લડાઈ થઈ?
મુંબઈ: બોલિવુડની ફેમસ સિંગર નેહા કક્કડ અને તેના પતિ રોહનપ્રીત સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને ઝઘડતા જાેવા મળી રહ્યા છે. નેહા અને રોહનપ્રીત વચ્ચે થઈ રહેલા આ ઝઘડાને જાેઈને ફેન્સ પણ ખૂબ મજા લઈ રહ્યા છે, તો કેટલાક લોકો પરેશાન થઈને અજીબો-ગરીબ સલાહ આપી રહ્યા છે.
જાે કે, હકીકતમાં તેઓ ઝઘડી રહ્યા નથી અને તેમણે જે વીડિયો શેર કર્યો છે તે ફની છે. વાત એમ છે કે, નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહની જાેડી ફરી એકવાર ધમાલ મચાવતી જાેવા મળવાની છે. નેહાએ પોતાનો અપકમિંગ મ્યૂઝિક વીડિયો ‘ખડ તેનૂ મેં દસ્સા’ની ઝલક દેખાડતો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, આ સોન્ગમાં પણ તેઓ મીઠો ઝઘડો કરતાં જાેવા મળવાના છે.
નેહા અને રોહનપ્રીતના આ વીડિયો પર રિએક્શન આપતાં એક યૂઝરે લખ્યું છે કે, ‘તમે બંને પહેલા કોરોના મહામારીમાં લોકોની મદદ કરી લેતા અને પછી આ રીતે ઝઘડત તો સારું થાત’. અન્ય યૂઝરે લખ્યું છે કે, ‘લગ્ન બાદનો માહોલ કંઈક આવો જ હોય છે’. ઉલ્લેખનીય છે કે, કપલે હાલમાં જ તેમના અપકમિંગ સોન્ગનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કર્યું હતું.
સોન્ગની રિલીઝ ડેટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહના લગ્ન ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં થયા હતા. બંનેની મુલાકાત તેમના સોન્ગ ‘નેહૂ હા વ્યાહ’ દરમિયાન થઈ હતી અને બાદમાં થોડા મહિના સુધી ડેટિંગ કર્યા બાદ લગ્ન કરવાનો ર્નિણય લીધો હતો. કપલના લગ્ન દિલ્હીમાં ધામધૂમથી કરવામાં આવ્યા હતા.