નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહ પેરિસમાં વેકેશન માણવા પહોંચ્યા
મુંબઈ, સેલિબ્રિટી કપલ નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહ હાલ સિટી ઓફ લવના નામથી જાણીતા શહેર પેરિસમાં એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. નેહા અને રોહનપ્રીત તેમના પેરિસ વેકેશનની ઝલક સોશિયલ મીડિયા પર દેખાડી રહ્યા છે.
આ દરમિયાન થોડા સમય પહેલા તેમણે તેવી તસવીરો શેર કરી છે જે ચર્ચાનો વિષય બની છે. નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહે અત્યંત રોમેન્ટિક તસવીરો શેર કરી છે, જેમાં બંને એકબીજાના બાહુપાશમાં જાેવા મળી રહ્યા છે. નેહા કક્કડે જે તસવીરો શેર કરી છે, તેમાં તેને પતિને કિસ કરતી જાેઈ શકાય છે.
સિંગરે બ્લેક બ્રાલેટ, રેડ કલરનું પ્લાઝો પેન્ટ તેમજ મેચિંગ ઓવર કોટ પહેર્યો છે. તો રોહનપ્રીત સિંહ ઓફ વ્હાઈટ કલરના કપડામાં જાેવા મળી રહ્યો છે. આ સાથે તેણે લખ્યું છે ‘પ્રેમનું શહેર પેરિસ સુંદર દેખાય છે, પરંતુ જ્યારે તું આસપાસ હોય, તારા વગર નહીં મારા પ્રેમ.
View this post on Instagram
નેહા કક્કડે જેવી તસવીરો શેર કરીને કે તરત જ ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ તેમજ ફેન્સના રિએક્શન સામે આવવા લાગ્યા. કપલની તસવીર સૌ કોઈને પસંદ આવી રહી છે. રોહનપ્રીત સિંહે કોમેન્ટ કરીને લખ્યું છે ‘હું તને સૌથી વધારે પ્રેમ કરું છું…માય લવ’.
View this post on Instagram
તો ઉર્વશી રૌતેલાએ ફ્રેન્ચ ભાષામાં કંઈક લખ્યું છે. તો ટોની કક્કડે લખ્યું છે પિક્ચર ઓફ ધ યર. આ સિવાય ફેન્સે પણ બંને પર પ્રેમ વરસાવ્યો છે. રોહનપ્રીત સિંહે પણ રોમેન્ટિક તસવીરો શેર કરી છે અને લખ્યું છે ‘લોકો એફિલ ટાવરને પ્રેમ કરે છે તેના કરતાં વધારે હું તને પ્રેમ કરું છું’. નેહા કક્કડને પતિનું આ કેપ્શન ખૂબ પસંદ આવ્યું છે.SSS