નેહા કક્કડે લોનાવાલામાં બર્થ ડે સેલિબ્રેટ કર્યો
મુંબઈ, સોમવારે (૬ જૂન) નેહા કક્કડનો ૩૪મો બર્થ ડે હતો. સિંગર આમ તો દર વર્ષે પરિવાર સાથે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરે છે, જેની ઝલક તે સોશિયલ મીડિયા પર ફેન્સને દેખાડે છે. જાે કે, તેણે આ વખતે સેલિબ્રેશનની એક પણ તસવીર શેર કરી નહોતી.
આટલું જ નહીં તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવનારાઓને પણ રિપ્લાય કર્યો નહોતો. નેહા કક્કડે બર્થ ડે પર આખો દિવસ શું કર્યું તે જાણવા માટે આતુર ફેન્સને આખરે જવાબ મળી રહ્યો છે.
સિંગરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બર્થ ડે સેલિબ્રેટ કેવી રીતે કર્યો તેમજ તે પરિવાર સાથે ક્યાં ગઈ હતી તે જણાવ્યું છે. સાથે જ વિશનો જવાબ ન આપવા પાછળના કારણનો પણ ખુલાસો કર્યો છે. નેહા કક્કડે તેની પહેલી ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે ‘હેય માય લવ્સ.
તમે બધા જાણો છો કે ગઈકાલે મારો બર્થ ડે હતો અને આ વર્ષે મેં મારા ફોનથી દૂર રહેવાનું અને અસલ દુનિયાને એન્જાેય કરવાનું નક્કી કર્યું હતું. આ જ કારણોસર મેં મારો ફોન સ્વિચ્ડ ઓફ કરી દીધો હતો.
હું તમામ મેસેજ અને પોસ્ટ હવે જાેઈશ. આભાર. બીજી ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણે લખ્યું છે ‘મારા નેહાર્ટ્સ અને શુભચિંતકોને જણાવી દઉ કે તે મારો શ્રેષ્ઠ બર્થ ડે હતો. અમે લોનાવલા ગયા હતા અને આખો દિવસ એડવેન્ચર કર્યું હતું અને રાતે અમે કેક કટ કરી હતી. અમે ડાન્સ કર્યો હતો, સ્વાદિષ્ટ ભોજન લીધું હતું અને ગેમ રમ્યા હતા. તેમાં ખૂબ મજા આવી હતી.
તેમ ચોક્કસથી કહીશ કે તે તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓના કારણે બન્યું. ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને મારા નેહાર્ટ્સનો’. નેહા કક્કડના બર્થ ડે પર પતિ રોહનપ્રીત સિંહે એક સુંદર તસવીર શેર કરી હતી.
View this post on Instagram
આ સાથે વિશ કરતાં લખ્યું હતું ‘તું અંદર અને બહારથી કેટલી સુંદર છે તેનું વર્ણન કરવા માટે શબ્દો નથી માય લવ. હું હંમેશા ખુશ અને હેલ્ધી રહે તેમ હું ઈચ્છું છું…આ બર્થ ડે તારા સુંદર ચહેરા પર જીવનભરની ખુશીઓ લાવે.
હેપ્પી બર્થ ડે @nehakakkar. તારો પ્રેમી- રોહુ!!. ટોની કક્કડે પણ નેહા કક્કડની એક તસવીર શેર કરીને તેને વિશ કર્યું હતું. તેણે લખ્યું હતું ‘હેપ્પી બર્થ ડે નેહુ. લાખોમાં એક છોકરી. સૌથી વધારે તને પ્રેમ કરું છું. પ્રેમ ઘણો પ્રેમ’.SS1KP