Western Times News

Gujarati News

નેહા કક્કડ લગ્ન પછી પતિ સાથે મુંબઈ પરત ફરી

મુંબઈ: લગ્નના સમાચારથી બધાને આશ્ચર્ય આપનાર સિંગર નેહા કક્કર પતિ રોહનપ્રીત સિંહ સાથે મુંબઈ પરત ફરી છે. આ ન્યૂ કપલનો સ્ટાઇલિશ અંદાજ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ખાસ કરીને નેહા આ દરમિયાન અન્ય બ્રાઇડ્‌સથી એક દમ અલગ મોર્ડન સ્ટાઈલમાં જોવા મળી. જે સરપ્રાઈઝની સાથે ઈમ્પ્રેસિલ પણ હતો.

પહેલા એરપોર્ટ લુક માટે ટ્રેડિશનલ વસ્ત્રો પહેરીને જોવા મળી હતી
હાઇલાઇટ તો સિંગરના ચહેરા પર દેખાતી સ્માઈલ હતી, જે તેની ખુશી જણાવી રહી હતી. દીપિકા અને પ્રિયંકા લગ્ન પછીના તેમના પહેલા એરપોર્ટ લુક માટે ટ્રેડિશનલ વસ્ત્રો પહેરીને જોવા મળી હતી, ત્યારે નેહા અને રોહનપ્રીતે પોતાના માટે વેસ્ટર્ન લુક પસંદ કર્યો. બંનેએ એવા કપડાં પહેર્યા હતા જે સ્ટાઇલિશ અને કંફર્ટેબલ દેખાઈ રહ્યા હતા. જૂતા અને અન્ય એસેસરીઝ પણ કંફર્ટને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવી હતી. નેહાએ પોતાના આ અપીયરેન્સ માટે ટ્રેન્ડમાં છવાયેલું કો-ઓર્ડ આઉટફિટ પસંદ કર્યું હતું.

લુકને બ્લેક લેધર ક્લચ પર્સ અને વ્હાઇટ કલરના સ્નીકર્સથી કંપ્લીટ કર્યો હતો
તેણે બ્લુ વર્ટીકલ પટ્ટાઓ સાથે કૉટન બેઝ ક્રોપ ટોપ પહેર્યું હતું. તેમાં વી કટ નેકલાઇન અને હાફ બેલ સ્લીવ્ઝ હતા. તેની નીચે સિંગરે હાઇ વેસ્ટ મેચિંગ ફ્લેરડ પેન્ટ પહેર્યું હતું. નેહાએ આ લુકને બ્લેક લેધર ક્લચ પર્સ અને વ્હાઇટ કલરના સ્નીકર્સથી કંપ્લીટ કર્યો હતો. નેહાનો લૂક ભલે વેસ્ટર્ન હતો પરંતુ તેની સાથે ચૂડો અને મંગળસૂત્ર ચોક્સપણે પહેર્યું હતું.

સિંગરે લગ્ન પહેલાં પહેરવામાં આવેલી ઓસ્ટરની પરંપરાગત લાલચટક બંગડી પહેરી હતી. તેના ગળામાં સ્ટાઇલિશ મંગળસૂત્ર પહેર્યું હતું, જેની ડિઝાઇન અલગ હતી. રોહનપ્રીતસિંહે પોતાને માટે એથલિઝરનો લૂક પસંદ કર્યો હતો. તેણે વાદળી રંગના ટ્રેક પેન્ટ સાથે સફેદ રંગનો સ્વેટ શર્ટ પહેર્યો હતો. આ સાથે એંકલ લેન્ચ સ્નીકર્સ સાથે પોતાના લૂકને કમ્પ્લેટ કર્યો. આ ઓવરઓલ લૂકમાં તે કુલ દેખાઈ રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.