નેહા કક્કર મેલબોર્ન કોન્સર્ટમાં ખોટું બોલી, બહાર આવી સાચી હકીકત!

રેપરે કર્યાે મોટો ખુલાસો
નેહા કક્કરના ઓસ્ટ્રેલિયા કોન્સર્ટ દરમિયાન સ્ટેજ પર મોડી પહોંચવાના કારણે ભારે વિરોધ થયો હતો
મુંબઈ,
માર્ચ મહિનામાં નેહા કક્કરનો એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો હતો. આ વીડિયોમાં, નેહા તેના એક વિદેશી કોન્સર્ટમાં રડતી અને ઓડિયંસની માફી માંગતી જોવા મળી હતી. નેહા કક્કર તેના મેલબોર્ન કોન્સર્ટ માટે ત્રણ કલાક મોડી પડી હોવાનું કહેવાય છે. નેહાને ૭.૩૦ વાગ્યે સ્ટેજ પર આવવાનું હતું, પરંતુ તે ૧૦ વાગ્યા પછી આવી હતી. આથી, ઓડિયંસ નેહા પર ગુસ્સે થયા હતા. આવી સ્થિતિમાં, નેહા સ્ટેજ પર આવતાની સાથે જ તેણીએ આયોજકો પર આરોપ કર્યાે અને દાવો કર્યાે કે, આયોજકોએ મૂળભૂત સુવિધાઓ પણ પૂરી પાડી ન હતી, જેના કારણે તેની ટીમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
આ પછી, આયોજકોએ નેહાના આ વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી અને નેહાના દાવાનો પર્દાફાશ કર્યાે અને હવે ઓસ્ટ્રેલિયન ઇવેન્ટ પ્લાનર્સ પેસ ડી અને બિક્રમ સિંહ રંધાવાએ નેહાના દાવાઓને ખોટા ગણાવતા પોતાનો મુદ્દો રજૂ કર્યાે છે.સિદ્ધાર્થ કન્નન સાથે વાત કરતી વખતે, રેપર અને ઇવેન્ટ હોસ્ટ પેસ ડીએ મેલબોર્ન વિવાદ પર વાત કરી અને કહ્યું કે, “બીટ પ્રોડક્શન્સ ઓફ મેલબોર્નએ નેહા કક્કરને આમંત્રણ આપ્યું હતું. હવે જ્યારે બંને પક્ષો આગળ આવ્યા છે અને ખુલીને વાત કરી રહ્યા છે, તો અમે કેમ ન કરી શકીએ? અમે ત્યાં હતા અને અમે બધું જોયું છે. મેં પ્રીત પાબલા ભાઈ સાથે વાત કરી, જે ઇવેન્ટ આયોજક હતા. મેં તેમને બધું પૂછ્યું હતું. તેઓ ખૂબ જ સારા અને સાચા વ્યક્તિ છે. ત્યારે મને ખબર પડી કે, તે સમયસર પહોંચી નથી અને ઘણી વખત મોડી પડી છે. તેમણે મને કહ્યું કે, તે કહેતી હતી કે, ‘હું હવે નહીં જાઉં, હું આ નહીં કરું.’”ss1