નેહા ધુપિયાએ પુત્રને જન્મ આપ્યો, મહેરને મળ્યો ભાઈ
મુંબઈ, પાછલા ઘણાં સમયથી બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા પોતાની પ્રેગ્નેન્સીને કારણે ચર્ચામાં હતી. નેહા ધુપિયા અને અંગદ બેદી બીજા બાળકના માતા-પિતા બન્યા છે. નેહા ધુપિયાએ રવિવારના રોજ દીકરાને જન્મ આપ્યો છે.
દીકરાના જન્મની ખબર અંગદ બેદીએ પોતે સોશિયલ મીડિયા પર આપી છે. અંગદ બેદીએ પોતાનો અને નેહા ધુપિયાનો એક ફોટો શેર કર્યો છે અને આ ખુશખબરી જણાવી છે.
અંગદ બેદીએ ઈન્સ્ટાગ્રામ પર નેહા ધૂપિયાના મેટરનિટી શૂટની એક તસવીર શેર કરીને લખ્યું કે, ઈશ્વરે અમને આજે એક દીકરો આપ્યો છે. નેહા અને બાળક બન્ને સ્વસ્થ છે. હવે મહેર બેબીનું ટાઈટલ પોતાના ભાઈને આપવા માટે તૈયાર છે. બેદીનો દીકરો આવી ગયો. વાહેગુરુ મહેર કરે.
આ જર્ની દરમિયાન વોરિયર બનવા માટે નેહા ધુપિયાનો આભાર વ્યક્ત કરુ છું. અંગદ બેદીની આ પોસ્ટ પર ફેન્સ અને મિત્રો શુભકામનાઓ પાઠવી રહ્યા છે. સાગરિકા ઘાટગે, સુનીલ ગ્રોવર, સોફી ચૌધરી, હીના ખાન, સબા અલી ખાન પટૌડી વગેરેએ કપલને દીકરાના જન્મની શુભકામનાઓ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે નેહા ધુપિયા અને અંગદ બેદીએ ૧૦મી મે ૨૨૦૧૮ના રોજ લગ્ન કર્યા હતા.
તેમણે એક ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. આ લગ્ન એક પ્રાઈવેટ સેરેમનીમાં થયા હતા. લગ્ન વિષે માત્ર પરિવાના લોકો અને અત્યંત નજીકના મિત્રોને જ જાણ હતી. લગ્નના થોડા મહિનાઓ પછી ૧૮ નવેમ્બર, ૨૦૧૮ના રોજ તેમની પહેલી દીકરી મહેરનો જન્મ થયો હતો. અંગદ બેદીએ જુલાઈ મહિનામાં સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી હતી કે પત્ની નેહા ધુપિયા બીજી વાર ગર્ભવતી બની છે. તે સમયે તેમણે ફેમિલી ફોટો શેર કરીને કહ્યુ હતું કે, ટુંક સમયમાં અમે ત્રણના બદલે ચાર થવાના છીએ.SSS