નેહા ધૂપિયા લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ હતી !!
અંગદ બેદીની સાથે સુખી લગ્ન જીવન માણી રહેલી નેહા ધૂપિયા લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ હતી
નેહા ધૂપિયાના માતા-પિતાને તેની પ્રેગ્નન્સી વિશે ખબર પડી તો તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા
મુંબઈ,નેહા ધૂપિયા બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક રહી છે. ‘કયામતઃ સિટી અંડર થ્રેટ’, ‘દે દનાદન’થી લઈને ‘ચુપ ચૂપ કે’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, નેહા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ હેડલાઈન્સમાં રહી હતી.અંગદ બેદી સાથે સુખી લગ્ન જીવન માણી રહેલી નેહા ધૂપિયા એક સમયે તેના લગ્નને લઈને ચર્ચામાં હતી.
નેહાએ અચાનક અંગદ બેદી સાથે લગ્ન કરવાનો પ્લાન બનાવી લીધો હતો, જેનું કારણ પહેલા તો સામે આવ્યું નહોતું, પરંતુ જ્યારે આ વાત સામે આવી તો બધા ચોંકી ગયા.નેહા ધૂપિયાએ ૨૦૧૮માં અંગદ બેદી સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા અને તે જ વર્ષે તેમની પુત્રી મેહર બેદીનો પણ જન્મ થયો. પુત્રીના જન્મ પહેલાં જ ખબર પડી હતી કે નેહાએ અંગદ બેદી સાથે લગ્ન કરવાનો નિર્ણય તેની પ્રેગ્નન્સીને કારણે લીધો હતો.
નેહાએ એક ઈન્ટરવ્યુમાં લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ થવાની વાત કરી હતી અને તેના પેરેન્ટ્સની પ્રતિક્રિયા શું હતી તે જણાવ્યું હતું. નેહાએ આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે- અમારા લગ્ન કોઈપણ તૈયારી વિના થયા હતા. નેહા ધૂપિયાએ કહ્યું હતું કે, હું લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી અને જ્યારે મને આ વાતની ખબર પડી ત્યારે મેં મારા માતા-પિતાને આ વિશે જાણ કરી હતી. તેમણે મને કહ્યું, તે સારું છે પણ તારી પાસે લગ્ન માટે માત્ર ૭૨ કલાક છે.ss1