નેહા પ્રેગ્નેન્ટ હોવાની અફવા રોહનને મમ્મીએ ઠપકો આપ્યો

મુંબઈ, નેહા કક્કડ પ્રેગ્નેન્ટ હોવાની અટકળો ઘણા સમયથી ચાલી રહી છે. ફેન્સ પણ સતત સવાલ કરી રહ્યા છે. નેહા ક્કકડ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર જે તસવીરો શેર કરી રહી છે તેના પરથી તે પ્રેગ્નેન્ટ હોવાનું લોકોને લાગી રહ્યું છે.
જ્યારે તેણે ઈન્ડિયન આઈડલ ૧૨ અધવચ્ચેથી છોડ્યું ત્યારે પણ આ વાતે જાેર પકડ્યું હતું. જાે કે, હવે નેહા અને રોહનપ્રીત જ નહીં પરંતુ કક્કડ પરિવારે આ વાત પર સ્પષ્ટતા કરી છે. નેહા કક્કડે પોતાની યુટ્યૂબ ચેનલ પર એક સીરિઝ શરૂ કરી છે, જેનું નામ છે લાઈફ ઓફ કક્કડ.
આ સીરિઝના પહેલા એપિસોડનો વિષય છે ‘શું નેહા કક્કડ પ્રેગ્નેન્ટ છે? વીડિયોની શરૂઆતમાં નેહાના હાથમાં પ્રેગ્નેન્સી કિડ જાેવા મળે છે, જેનું રિઝલ્ટ જાેઈને તે ખુશી-ખુશી આ વિશે રોહનપ્રીતને જાણકારી આપે છે. બાદમાં રોહનપ્રીતના મમ્મી પણ નેહાનું ખાસ ધ્યાન રાખવા કહે છે અને આટલી મોટી ખબર તેમનાથી છુપાવી હોવા માટે ઠપકો આપે છે.
વીડિયોમાં આગળ સોનુ કક્કડ, સોનુ કક્કડ, નેહા, રોહનપ્રીત અને સિંગરના મમ્મી-પપ્પા સત્ય પરથી પડદો ઉઠાવે છે. વીડિયોની શરૂઆતમાં ટોની કક્કડ કહે છે કે, તે પરિવારમાં સૌથી નાનો છે અને તેનાથી પણ કોઈ નાનુ આવે તેમ તે ઈચ્છે છે.
નેહા વચ્ચે કૂદી પડે છે અને કહે છે કે તે સૌથી નાની છે. ત્યારે તેના મમ્મી પણ આવીને તે વાતની પુષ્ટિ કરે છે કે, ત્રણેય ભાઈ-બહેનમાં નેહા નાની છે. નેહા આગળ ખુલાસો કરે છે કે, જ્યારે તે ફ્લાઈટમાં હતી ત્યારે એક ફ્લાઈટ અટેન્ડેન્ટે તેને શું તે પ્રેગ્નેન્ટ છે? તેવો સવાલ કર્યો હતો.
ટોની પણ કહે છે કે, એકવાર તે કેફેમાં ગયો હતો અને વેટરે ઓર્ડર લેવાના બદલે પૂછ્યું હતું ‘સર તમે મામા બનવાના છો? રોહનપ્રીત કહે છે, તેને પણ ઘણા મિત્રોના ફોન આવ્યા હતા, જેઓ પ્રેગ્નેન્સીની ખબર છુપાવવાથી નારાજ હતા. નેહાની મોટી બહેન, સોનુ કક્કડે કહ્યું કે, ‘નેહા માત્ર લગ્નજીવનનો આનંદ લઈ રહી હતી અને ઘર પર સમય પસાર કરી રહી હતી. મને લાગે છે કે આ જ કારણ છે કે તેનું વજન થોડું વધી ગયું છે.SSS