નેહા-રોહનપ્રીતનું ઘર ખૂબ જ સુંદર અને આલિશાન છે
મુંબઈ: ઝડપથી વધી રહેલા કોરોનાના કેસને કારણે મહારાષ્ટ્રમાં મિનિ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરિણામે ફિલ્મો અને ટીવી સીરિયલોના શૂટિંગ પણ બંધ થઈ ગયા છે. કલાકારો પોતાનો મોટાભાગનો સમય ઘરે જ વિતાવી રહ્યા છે. ઈન્ડિયન આઈડલ ૧૨ની જજ અને સિંગર નેહા કક્કડ પણ પતિ રોહનપ્રીત સાથે ઘરે છે. હાલમાં જ કપલે પોતપોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં નેહા અને રોહનપ્રીત ગિટાર વગાડતા જાેવા મળી રહ્યા છે. આ તસવીરો દ્વારા નેહા અને રોહને પોતાના મુંબઈ સ્થિત ઘરની ઝલક પણ બતાવી છે.
તસવીરો શેર કરતાં નેહાએ લખ્યું, લોકડાઉનનો સમય હસતે હસતે કટ જાયે રસ્તે, જિંદગી યૂંહી ચલતી રહે લવ યુ પાર્ટનર. આ તસવીરોમાં નેહા અને રોહનપ્રીત તેમના ઘરના લિવિંગ રૂમમાં બેઠેલા જાેવા મળે છે. રૂમનું ડેકોરેશન ખૂબ સુંદર લાગી રહ્યું છે. લિવિંગ રૂમની દિવાલ પર કેટલાક પેઈન્ટિંગ લગાવાયેલા છે જ્યારે ક્રીમ રંગના સોફા લૂકને વધુ આકર્ષક બનાવી રહ્યા છે. તસવીરો આગળ જાેશો તો દેખાશે કે રૂમમાં એક તરફ ગ્લાસ વૉલ છે અને ત્યાં ત્રણ નાના-નાના કુંડા લગાવાયેલા છે.
બારીની બહારથી મુંબઈની ઊંચી ઈમારતોનો નજારો જાેવા મળી રહ્યો છે. નેહા અને રોહનના ઘરના રંગથી માંડીને ફર્નિચર-ડેકોરેશન સુધી બધું જ આંખોને શાંતિ આપે તેવું છે. સફેદ રંગ મનને શાંતિ આપે છે. ત્યારે આ તસવીર જાેતાં લાગે છે કે નેહાના ઘરના દરેક રૂમમાં આ જ રંગ હશે. બીજી એક તસવીરમાં નેહા પોતાને મળેલા અવોર્ડ સાથે જાેવા મળી રહી છે. તેમાં પણ સિંગરના ઘરની ઝલક જાેવા મળે છે. તસવીર પરથી અંદાજાે લગાવી શકાય છે કે નેહાના ઘરમાં વુડન ફ્લોરિંગ છે.
જણાવી દઈએ કે, નેહા અને રોહનપ્રીતે ઓક્ટોબર ૨૦૨૦માં લગ્ન કર્યા હતા. ત્યારથી કપલ આ નવા ઘરમાં રહે છે. થોડા દિવસ પહેલા તેણે ગૃહપ્રવેશના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. મીડલ ક્લાસ પરિવારમાંથી આવતી નેહા કક્કર આજે ભારતના ટોચના સિંગર્સમાંથી એક છે. નેહાએ પોતાની મહેનતથી આલિશાન ઘર-ગાડી વસાવ્યા છે અને પરિવારને ગર્વ થાય તેવું કામ કર્યું છે.