નેહા-રોહનપ્રીતે ઉદયપુરમાં પહેલી એનિવર્સરી ઉજવી
મુંબઈ, બોલિવુડ સિંગર નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહના લગ્નને ૨૪ ઓક્ટોબરે એક વર્ષ થયું છે. નેહા અને રોહનપ્રીતે પહેલી એનિવર્સરી રાજસ્થાનના ઉદયપુરમાં ઉજવી હતી. થોડા દિવસ પહેલા જ કપલ ઉદયપુર પહોંચ્યું હતું. પહેલી એનિવર્સરીની ઉજવણી કેવી રીતે કરી તેની ઝલક નેહા અને રોહનપ્રીતે બતાવી છે.
નેહા અને રોહનપ્રીતે ફેન્સને સેલિબ્રેશનની ઝલક બતાવતી કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. બંનેએ એક જેવા કેપ્શન અને એકસરખી તસવીરો સાથે એનિવર્સરી પોસ્ટ મૂકી હતી. કપલે લખ્યું, “આ રીતે અમારી પહેલી એનિવર્સરીની ઉજવણી થઈ હતી.
સ્વપ્ના જેવી લાગે છે ને? અમે ખાસ જે તે અનુભૂતિ કરાવનારા તમામ લોકોનો દિલથી આભાર. તમારા આશીર્વાદ, પોસ્ટ, સ્ટોરીઝ, ટેક્સ્ટ મેસેજ, કૉલ અને પ્રેમે અમને ખૂબ ખુશ કર્યા છે. અઢળક પ્રેમ. તસવીરોમાં જાેઈ શકો છો કે, એનિવર્સરી પર નેહા કક્કડ પિંક રંગના આઉટફિટમાં જાેવા મળી રહી છે.
જ્યારે રોહનપ્રીતે બ્લૂ રંગના ડેનિમ પેન્ટ અને શર્ટ પહેર્યા છે. પત્ની સાથે મેચિંગ કરવા માટે રોહને પિંક રંગની પાઘડી પહેરી હતી. ઉદયપુરમાં તળાવની વચ્ચે જઈને બંનેએ રોમેન્ટિક અંદાજમાં એનિવર્સરી ઉજવી હતી. એનિવર્સરીના દિવસે રોહનપ્રીતે પત્ની સાથેની કેટલીક ખાસ તસવીરો શેર કરીને લાંબી નોટ લખી હતી. આ નોટમાં પોતાને ખુલ્લા દિલે સ્વીકારવા માટે કક્કડ પરિવારનો આભાર માન્યો હતો.
રોહનપ્રીતે લખ્યું, “છેલ્લા એક વર્ષની મારી જિંદગી. આપણને એનિવર્સરીની શુભકામના. મેં મારા જીવનની કેટલીક સૌથી સુંદર અને કાયમ તાજી રહેનારી યાદો મારા પ્રેમ અને મારી જિંદગી નેહા કક્કડ સાથે વિતાવી છે. તું મારું સર્વસ્વ છે. છેલ્લું એક વર્ષ મારા માટે ખૂબ ખાસ રહ્યું છે.
એક વર્ષ જાણે આંખના પલકારામાં વિતી ગયું. મને ખરેખર વિશ્વાસ નથી થતો કે આજે એક વર્ષ પૂરું થયું છે. બધું જ નેહુ અને તેના પરિવારના લીધે થયું છે. હું મોમ-ડેડ, ટોની ભાઈ, સોનુ દીદી, જીજુ, ભાભી અને પરિવારના દરેક સભ્યનો મને ખુલ્લા દિલથી સ્વીકારવા અને અઢળક પ્રેમ આપવા બદલ આભાર માનું છું. નેહાર્ટ્સ અને અમારા શુભચિંતકોને આજના દિવસે કેમ ભૂલાય, તેમણે હંમેશા અમારા પર પ્રેમ વરસાવ્યો છે.SSS