નેહા શર્માએ વધારે એક યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો
સુરત: સુરતમાં ઉધના વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટને ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બન્યાની ઘટના બાદ વધુ એક ડિંડોલી યુવાન નેહા શર્મા નામની યુવતીનો શિકાર બન્યો છે. યુવતીએ યુવાનને વોટ્સપ વીડિયો કોલ કરી નગ્ન કરાવ્યા બાદ તેનો વીડિયો ઉતારી તેના ભાઈએ અને મિત્રને મોકલી યુવાન પાસે રૂપિયાની માંગણી કરી છે. આ યુવાને દિલ્હીની યુવતી વિરુદ્ધ બ્લેકમેઇલિંગ સહિતની બાબતોની ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો ઉજાગર થયો છે.
સુરતમાં છેલ્લા કેટલાક દિવસ થી ઓનલાઇન હનીટ્રેપ કરી યુવા પાસે રૂપિયા માંગવાં ઘટના સામે આવી રહી છેય પહેલાં ઉધના વિસ્તારમાં એક યુવાનને આજ રીતે પોતાનો શિકાર બનાવ્યા બાદ વધુ એક ઘટના સામે આવી છે સુરતના ડિંડોલી વિસ્તારમાંથી. અહીંયા વેસુની કોલેજમાં ટી.વાય.બીબીએમાં અભ્યાસ કરતો ૨૦ વર્ષનો યુવાન ઓનલાઇન હનીટ્રેપનો શિકાર બન્યો છે. ગત તારીખ ૨૬ ફેબ્રુઆરીએ યુવાનના ફેસબુક મેસેંજર પર એક મેસેજ આવ્યો હતો. નેહા શર્મા નામની યુવતીએ તેને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી તેની સાથે મિત્રતા કરી હતી
બાદમાં તેનો નંબર માંગ્યો હતો. જાેકે યુવાને પોતાનો મોબાઈલ નંબર આપતા આ યુવતી એ પહેલા વોટ્સએપ ચેટીંગ શરુ કરી આ યુવાનને પોતાના પ્રેમમાં પાડ્યો હતો અને ત્યાર બાદ વોટ્સપ વીડિયો કોલ કરી આ યુવાને સામે પોતે નગ્ન થઈ અને આ યુવાને નગ્ન થવા કહેતા યુવાન પણ નગ્ન થઈ ગયો હતો. જાેકે નેહાએ યુવાનની જાણ બહાર વીડિયો કોલ રેકોર્ડ કરી લીધો હતો.
બીજા દિવસે નેહાએ યુવાન ને વ્હોટ્સએપ ઉપર મેસેજ કર્યો હતો કે તારા ફેસબુકમાં જેટલા મિત્રો છે તેમને તારો અને મારો નગ્ન વિડીયો શેર કરીશ, તું રૂ.૭૨૦૦ મોકલ, નહીં મોકલે તો તારા ભાઈને મેં વીડિયો મોકલ્યો છે તે બધાને શેર કરીશ. યુવાને તેના ભાઈને પૂછતાં તેને નેહાએ તેનો નગ્ન વીડિયો મોકલ્યો હતો. ગભરાયેલા બંનેએ તે સમયે વીડિયોડીલીટ કરી દીધો હતો. જાેકે તેને ખ્યાલ આવી ગયો હતો કે તે ઓન લાઇન હનીટ્રેપનો શિકાર થઇ ગયો છે.
જેને લઈને યુવાન તાત્કાલિક પોલીસ મથકે દોડી જઈને આ મામલે પહેલા લેખિતમાં ફરિયાદ કરી હતી જેને લઈને પોલીસે આ મામલે ગુનોદાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવાનને ફેસબુક ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી ગણતરીના સમયમાં જ વ્હોટ્સએપ ચેટીંગ બાદ સામેથી એક યુવતીએ વિડીયો કોલ કરી નગ્ન થવા કહ્યું હતું. ત્યાર બાદ તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી સહિત ત્રણ વ્યક્તિએ યુવાન પાસેથી રૂ.૩૩,૦૫૦ પડાવ્યા હતા.