નૈનિતાલની સ્કૂલમાં ૮૫ બાળકો કોરોના પોઝિટિવ તંત્ર દોડતું થયું
નવીદિલ્હી, ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં ૮૫ બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. બાળકોને ગંગરકોટ વિસ્તારમાં સ્થિત સ્કૂલમાં જ ક્વોરન્ટાઇનમાં કરવામાં આવ્યા છે. નૈનિતાલના ડેપ્યુટી કલેક્ટર રાહુલ શાહે કહ્યું કે જે બાળકો RT-PCR ટેસ્ટમાં નેગેટિવ આવશે તેમને જ ઘરે મોકલવામાં આવશે. Eighty-five students of Jawahar Navodaya Vidyalaya at Gangarkot in Nainital, #Uttarakhand test positive for #COVID19; school declared micro containment zone: Officials
ઓમિક્રોનના ખતરા વચ્ચે દિલ્હીમાં કોરોનાના કેસોમાં ૫૦%નો મોટો વધારો નોંધાયો છે. શનિવારે રાજધાનીમાં ૨૭૧૬ લોકો સંક્રમિત મળ્યા હતા અને એકનું મોત થયું હતું. જ્યારે, કોવિડ પોઝિટિવીટી દર ૩.૬૪% નોંધાયો હતો. શનિવારનો વધારો ૨૧ મે પછીનો સૌથી વધુ છે.
આ દિવસે, ૪.૭૬%ના પોઝિટિવીટી દર સાથે ૩,૦૦૯ કેસ નોંધાયા હતા અને ૨૫૨ મૃત્યુ થયા હતા. હરિયાણામાં ૫ જિલ્લાઓમાં શાળા-કોલેજાે, થિયેટરો બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા વધીને ૧૫૯૬ થઈ છે. દેશમાં હવે કોરોનાના ૧ લાખ ૪ હજાર ૭૮૧ એક્ટિવ દર્દીઓ થયા છે. ૭ જૂન ૨૦૨૧ પછી પહેલીવાર એક લાખ એક્ટિવ કેસ સામે આવ્યા છે.
બેકાબૂ કોરોનાની વાત કરીએ તો શનિવારે મુંબઈમાં ૬,૩૪૭, દિલ્હીમાં ૨,૭૧૬, કોલકાતામાં ૨,૩૯૮ કોરોનાના નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, કોરોનાના ઓમિક્રોન પણ તબાહી મચાવી રહ્યો છે. દેશભરમાં ઓમિક્રોન દર્દીઓનો આંકડો ૧૫૫૦ને પાર કરી ગયો છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૪૬૦ દર્દીઓ છે.શુક્રવારે, ૧,૭૯૬ કેસ અને ૧.૭૩% પોઝિટિવીટી દર નોંધવામાં આવ્યો હતો. જ્યારે ગુરુવારે, ૨.૪૪% ના પોઝિટિવીટી દર સાથે ૧,૩૧૩ કેસ નોંધાયા હતા. તેલંગાણા સરકારે તમામ પ્રકારની રેલીઓ, જાહેર મેળાવડા અને સામૂહિક મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે. જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા બદલ રૂ. ૧૦૦૦ના દંડનો કડક અમલ કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે