નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટી અન્વયે જાહેર જનતાના સૂચનો મંગાવાયા
નાગરિકો દ્વારા રાજ્યમાં આવેલ સ્થાવર મિલકત અંગેના દસ્તાવેજો નું રજીસ્ટ્રેશન નોંધણી અધિનિયમ ૧૯૦૮ અને ગુજરાત નોંધણી નિયમો ૧૯૭૦ હેઠળ કરવામાં આવે છે. આ માટે દર વર્ષે અંદાજિત ૫૦ લાખ જેટલા લોકો સબ રજિસ્ટ્રાર કચેરી અને નાયબ કલેકટર કચેરીઓ ની મુલાકાત લે છે. આ બાબતે કાયદા નિયમો/ઠરાવોની જોગવાઈઓ અને કચેરીની કાર્યપધ્ધતિ તથા સુવિધાનો સમયાંતરે અભ્યાસ કરી તેમાં સમયને અનુરૂપ સુધારા-વધારા/ ફેરફાર સ્ટેમ્પ ડ્યુટી કચેરી દ્વારા કરવામાં આવે છે.
આ સુધારા માટેની જોગવાઈઓ બાબતે જાહેર જનતાને તારીખ ૦૫-૦૬-૨૦૧૯ સુધી પોતાના સૂચનો આપવાના રહેશે. સુચનો અમદાવાદ જિલ્લાની કોઈપણ સબ રજીસ્ટ્રાર કચેરી કે સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરી, સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી નિરીક્ષકની કચેરી ગાંધીનગરને લેખિત તેમજ વેબસાઇટ http://garvi.gujarat.gov.in ઉપર કરી શકે છે, તેમ નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્ર વિભાગ-૨ ની અખબારી યાદીમાં જણાવાયું છે.