નોઇડામાં ટ્રેડમિલ મશીન પર દોડતી વેળા થયેલું કરૂણ મોત
નોઇડા : નોઇડાના સેક્ટર ૭૬ સ્થિતિ એક સોસાયટીમાં જીમમાં બુધવારે મોડી સાંજે એક સોફ્ટવેર અેન્જિયરના મોત બાદથી ભારે ચર્ચા છેડાયેલી છે. ટ્રેડમિલ પર દોડતી વેળા ૨૪ વર્ષના અેન્જિયરરનુ મોત થયુ હતુ. જેએમ આર્કિડ સોસાયટીના જીમમાં ટ્રેડ મિલ પર દોડતી વેળા સોફ્ટવેર એકાએક ચક્કર ખાઇને પડી ગયો હતો અને બેભાન થઇ ગયો હતો. તેને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જા કે સેક્ટર ૫૦ સ્થિત નિયો હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઉત્તરાખંડના નૈતિલાલ જિલ્લાના રામનગરના નિવાસી તરીકે તેની ઓળખ થઇ છે. યુવાનનુ હાર્ટ અટેકના કારણે મોત થયુ છે. સમગ્ર મામલામાં ઉંડી તપાસ ચાલી રહી છે. ૨૪ વર્ષીય યશ ઉપાધ્યાય પોતાના માતાપિતાની એકમાત્ર સંતાન તરીકે હતો.
કરવામાં આવ્યા બાદ તે નેટવ‹કગના કોર્સ, કરવા માટે એક મહિના પહેલા જ સેક્ટર ૭૬ Âસ્થત જેએમ ઓર્કિડ ખાતે પહોંચી ગયો હતો. યશ દરરોજ સવાર સોસાયટીની અંદર બનેલા ક્લબમાં જીમમાં જતો હતો. બુધવારે સવારે સમય ન મળ્યા બાદ સાંજે તે પહોંચી ગયો હતો. એ વખતે જ આ ઘટના બની હતી. ટ્રેડમિલ ઉપર મોટી સંખ્યામાં યુવાનો દરરોજ દોડતા હોય છે. બીજી બાજુ જુદા જુદા નિષ્ણાતોનું કહેવું છે કે,
સમગ્ર મામલામાં તપાસ કરવામાં આવ્યા બાદ એવી વિગતો પણ ખુલી રહી છે કે, ટ્રેડ મિલ અને જીમમાં જતી વેળા તમામ લોકો પુરતી સાવચેતી રાખે તે ખુબ જરૂરી છે. આના માટે જરૂરી નિયમો પણ પાળવા જાઇએ. આ સંદર્ભમાં જુદા જુદા જીમના નિષ્ણાતો તરફથી પ્રતિક્રિયાઓ મળી રહી છે. જા કે, કસરત કરતી વેળા ખતરો રહેલો છે કે કેમ તેને લઇને જ્યારે લોકોના પ્રશ્નો થયા છે ત્યારે મોટાભાગના નિષ્ણાતોએ આને રદિયો આપ્યો છે.