નોઇડામાં પોલીસ ચોકીની નજીક જ યુવતી સાથે સામૂહિક બળાત્કાર
નોઇડા, દેશના પાટનગર દિલ્હીથી જાડાયેલ યુપીના નોઇડા શહેરમાં એક યુવતી પર સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે બહલોલપુર પોલીસ ચોકીની પાસે પાર્કમાં યુવતીથી છ યુવકોએ સામૂહિક દુષ્કર્મ કર્યું.પોલીસને આ અંગેની જાણ થતા પોલીસ ધટના સ્થળે પહોંચી હતી અને આરોપીઓને પકડવા માટેના પ્રયાસો કર્યા હતાં જેમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જયારે બાકીની તપાસ શરૂ કરી છે.
પોલીસે આપેલી માહિતી અનુસાર કોતવાલી ફેસ ત્રણ વિસ્તારના બહલોલપુર પોલીસ ચોકીથી થોડેક દુર મોજુદ પાર્કમાં ૨૨ વર્ષીય યુવતીની સાથે સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે છ યુવકો પર સામૂહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે.
કહેવાય છે કે શર્મસાર કરનારી સામૂહિક દુષ્કર્મની આ ઘટના ૧૩ નવેમ્બરની રાતે લગભગ ૯.૩૦ કલકે બની હતી આશ્ચર્યની વાત એ છે કે આ ઘટના બની તેના થોડાક અંતરે પોલીસ ચોકી હતી અને છ યુવકો યુવતી સાથે બળાત્કાર કરી રહ્યાં હતાં તો પણ પોલીસને જાણ થઇ ન હતી. જો કે આ ઘટના સામે આવી ત્યારે પોલીસ તંત્રમાં નાસભાગ મચી ગઇ હતી અને કોતવાલી ફેસ ૩ પોલીસ એફઆઇઆર દાખલ કરી અત્યાર સુધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પીડિત યુવતી છિજારસી ગામમાં રહે છે. સુત્રોના જણાવ્યા અનુસાર સામૂહિક દુષ્કર્મના છ આરોપીઓમાંથી એક યુવકે નોકરીને લઇ યુવતી સાથે વાતચીત કરી હતી નોકરીના સંબંધમાં યુવતી યુવકને મળવા માટે પાર્કમાં ગઇ હતી જેવી જ યુવતી પાર્ક પહોંચી તો ૬ આરોપીઓએ યુવતીની સાથે સામૂહિક દુષ્કર્મની ધટનાને પરિણામ આપ્યો અને ત્યારબાદ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરાર થઇ ગયા હતાં.
સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ પીડિતા પોલીસ ચોકી સુધી પહોચી અને ધટનાની જાણ કરી કોતવાલી ફેસ ત્રણ પોલીસનું કહેવુછે કે છ યુવકોની વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરી અત્યાર સુધી બે આરોપીઓની ધરપકડ કરી ચુકી છે અન્ય આરોપીઓની ધરપકડ માટે પોલસે ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.