નોઇડામાં પ્રિયંકા ગાંધીનો કુર્તો પકડવા મામલે તપાસના આદેશ
લખનૌ, કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે હાથરસ બળાત્કાર પીડિત પરિવારના સભ્યોને મળવા જઇ રહ્યાં હતાં આ દરમિયાન રાહુલ અને પ્રિયંકાના કાફલાને રોકવા માટે ડીએનડી પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પ્રિયંકા અને રાહુલનો કાફલો ડીએનડી પહોંચ્યો ત્યારે ત્યાં અરાજકતા અને ધમાલ મચી ગઇ હતી પોલીસે કોંગ્રેસના કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો હતો આ દરમિયાન પ્રિયંકા ગાંધીનો એક પુરૂષ પોલીસ કર્તાનો કુર્તા પકડતો ફોટો સોશ્યલ મીડિયા પર વાયરસ થયો કમિશનરેટ પોલીસે ટિ્વટર પર આ બાબતે ખેદ વ્યકત કર્યો છે અને આ બાબતની નોંધ લેતા સક્ષમ મહિલા પોલીસ અધિકારી દ્વારા તપાસના આદેશ આપ્યા છે.
એડીસીપી રણવિજયસિંહે કહ્યું કે વરિષ્ઠ મહિલા અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓની સુચના બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી સાથે દુષ્કર્મના કેસમાં તપાસ કરશે સંભવ છે કે તેમને ભીડમાંથી દુર કરવા માટે આ બન્યું હોય તપાસ બાદ પરિસ્થિતિ સંપૂર્ણ સ્પષ્ટ થઇ જશે અને જાે કોઇ ગેર જવાબદારીથી કરવામાં આવ્યું હશે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.HS