નોઇડામાં શેર બજારનું કામ કરતા પતિ પત્નીએ ફાંસો ખાઇ આત્મહત્યા કરી
નોઇડા: દિલ્હીથી નજીર આવેલા નોઇડામાં એક સોસાયટીમાં રહેતા દંપત્તિએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી જાે કે અત્યાર સુધી પતિ પત્નિએ આત્મહત્યા કેમ કરી તેનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી પોલીસએ વાતની તપાસ કરી રહી છે કે દંપત્તિએ આવું ખતરનાક પગલું કેમ ભર્યું. મળતી માહિતી અનુસાર આ ઘટના નોઇડાના સેકટર ૧૨૦માં ધટી હતી પોલીસને જાણકારી મળી હતી કે આમ્રપાલી જાેડિક સોસાયટીના ફલેટમાં એક દંપત્તિની લાશ પડી છે પોલીસે ઘટના સ્થળે પહોચીને જાેયું કે પતિ પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી
પતિ પત્નીએ પંખાના હુક સાથે લટકીને આત્મહત્યા કરી હતી.પોલીસે બંન્નેના મૃતદેહો નીચે ઉતારીને રૂમની તપાસ કરી હતી રૂમમાંથી તમામ સબુત જમા કર્યા હતાં પરંતુ ઘટના સ્થળેથી કોઇ સુસાઇડ નોટ મળી ન હતી ત્યારબાદ પંચનામાની કાર્યવાહી કરી હતી પોલીસે પતિ પત્નીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી.
સ્થાનિક પોલીસે જણાવ્યુ હતું કે પતિ પત્ની બંન્ને શેરબજારનું કામ કરતા હતાં બંન્નેની પ્રોફાઇલ પણ સારી હતી પરંતુ અચાનક મોતને વ્હાલુ કરવાનું કારણ જાણવા મળ્યુ નથી જાે કે પતિ પત્નીની આત્મહત્યાનું કારણે જાણવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. એ યાદ રહે કે ઓગષ્ટ મહિનામાં દિલ્હીમાં ચાંદની ચોક વિસ્તારમાં સોના ચાંદીના વેપારીઓએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી આર્થિક તંગીને કારણે આપઘાત કર્યો હોવાનું માનવામાં આવે છે.જાણકારી પ્રમાણે દિલ્હીના ચાંદની ચોકમાં માલીવાડામાં હલ્દીરામની ઉપર કૃષ્ણા જવેલર્સના નામે આદિશ્વર ગુપ્તાની દુકાન છે તેમના બે પુત્રો અંકિત ગુપ્તા અને અર્પિત ગુપ્તા આ દુકાનમાં વેપાર કરતા હતાં બુધવારે બંન્ને ભાઇ દુકાન ઉપર હતાં આશરે ત્રણ વાહે બંન્ને ભાઇઓએ દુકાનમાં જ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણકારી મળતા જ આખા બજારમાં સનસની ફેલાઇ ગઇ હતી.