Western Times News

Gujarati News

નોઇડા-કેરળમાં આતંકવાદની ટ્રેનિંગ અપાતી; મૌલાના ઉમરે કબૂલ્યુ

ધર્મપરિવર્તનનું નેટવર્ક ૭ રાજ્યમાં ફેલાયું

લખનૌ, ઉત્તરપ્રદેશમાં નોઈડાની જે મૂક-બધિર સ્કૂલમાં હિન્દુઓનું ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હતું ત્યાં આતંકવાદીઓને પણ તૈયાર કરવામાં આવતા હતા. ધર્મપરિવર્તનનું આ નેટવર્ક ઉત્તરપ્રદેશના અલાવા કેરળ, આસામ, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, દિલ્હી અને તામિલનાડુમાં પણ ફેલાયું છે. આ ઘટસ્ફોટ ડેફ સોસાયટીની સંચાલિકા રોમા રોકાએ ATSની પૂછપરછમાં કર્યો છે. આ એ ડેફ સોસાયટી છે, જ્યાં હિન્દુ બાળકોને ઈસ્લામ માટે પ્રેરિત કરવામાં આવતા હતા.

ધર્મપરિવર્તન કરાવવાના આરોપી મૌલાના ઉમર ગૌતમનો એક નવો વીડિયો પણ એટીએસને મળ્યો છે. એમાં તે કહી રહ્યો છે કે તેણે અત્યારસુધીમાં ૧૮ વખત ઈંગ્લેન્ડ અને ૪ વખત અમેરિકાનો પ્રવાસ કર્યો છે. આ મામલામાં વિદેશી રેકેટ પણ સામેલ હોવાની માહિતી પ્રકાશમાં આવ્યા પછી ઝડપથી આ કેસને એનઆઇએને સોંપવામાં આવશે.

એટીએસમાં પકડાયેલા બંને મૌલાનાઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંનેના એક સપ્તાહના રિમાન્ડ મંજૂરી કરી લીધા છે. બુધવારથી શરૂ થયેલા રિમાન્ડ દરમિયાન સૌથી પહેલા બંનેની રોમા સામે પૂછપરછ કરવામાં આવશે. એ માટે રોમાને પણ અત્યારસુધી એટીએસમાં સુરક્ષિત સ્થાન પર રાખવામાં આવી છે.

ત્યાર પછી મૌલાનાઓને એ જગ્યા પર લઈ જવામાં આવશે જ્યાં તેમનું ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું હતું. ઉમર ગૌતમનો જે બીજાે વીડિયો સામે આવ્યો છે એમાં તેઓ દાવો કરી રહ્યા છે કે ઈસ્લામિક દાવા સેન્ટર જામિયા, દિલ્હીમાં તેણે અંદાજે ૧૦૦૦ લોકોના ધર્માંતરણ સંબંધિત ડોક્યુમેન્ટ જાહેર કર્યા છે. ઈસ્લામિક દાવા સેન્ટરમાં મહિનામાં સરેરાશ ૧૫થી વધારે લોકોના ધર્માંતરણના ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવે છે.

ઉમર ગૌતમે જણાવ્યું હતું કે ઈસ્લામિક દાવા સેન્ટર દ્વારા ઈંગ્લેન્ડ, સિંગાપોર, પોલેન્ડ સુધી ધર્માંતરણનું કામ થાય છે. લોકોના ઈસ્લામ કબૂલ કરવાથી અલ્લાહનું કામ થાય છે.

દરમિયાન ઉત્તરપ્રદેશ એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડે બે મૌલાના- જહાંગીર અને ઉમર ગૌતમને લખનઉમાં આવેલી એક મોટી મુસ્લિમ સંસ્થામાંથી પકડ્યા છે. આ લોકો મોટે પાયે યુપીમાં હિન્દુઓનું ધર્મપરિવર્તન કરાવી રહ્યા હતા. તેમની પૂછપરછમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે. સૂત્રોનું કહેવું છે કે કટ્ટરપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનું સોશિયલ ફેસ બનીને કામ કરનારી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા પર હવે સકંજાે કસવામાં આવ્યો તો ઈસ્લામિક દાવા સેન્ટરને ધરી દેવામાં આવ્યું હતું.

એટલે કે ત્રણે સંગઠનો એક જ છે. આ લોકો મળીને હિન્દુ વિદ્યાર્થીઓ, મહિલાઓ, મૂંગા-બહેરાઓ અને ગરીબ લોકોનું ધર્મપરિવર્તન કરાવી રહ્યા હતા. એના માટે પાકિસ્તાનની જાસૂસી એજન્સી ૈંજીૈં સહિત ઘણા ઈસ્લામિક દેશોમાંથી ફન્ડ પણ એકત્રિત કરવામાં આવી રહ્યું હતું. એવી પણ વાત પ્રકાશમાં આવી છે કે બંને મૌલાનાએ કાનપુર અને ગુડગાંવના બંને વિદ્યાર્થીને લાલચ આપીને તેમનુ ધર્મપરિવર્તન કરાવ્યું હતું.

આ વાતની જાણ બાળકોના ઘરના સભ્યોને ન હતી. બંને બાળકોને ઈસ્લામિક વાતોના અભ્યાસ માટે દક્ષિણ ભારત મોકલવામાં આવ્યા હતા.નોઈડા ડેફ સોસાયટી સ્કૂલ આઠ રૂમના મકાનમાં ચાલી રહી છે. એની સ્થાપના ૨૦૦૫માં થઈ હતી. હાલ અહીં ૩૫ બાળકનું રજિસ્ટ્રેશન છે, તેમાંથી ૧૨ બાળક જમ્મુ- કાશ્મીરના મુસ્લિમ પરિવારનાં છે.

નોઈડાથી સંચાલિત ઈસ્લામિક દાવા સેન્ટરે નોઈડા ડેફ સોસાયટીના ૧૮ મૂક-બધિર બાળકોનું ૨ વર્ષની અંદર ધર્મપરિવર્તન કરાવ્યું અને સ્કૂલ મેનેજમેન્ટને તેની જાણ પણ ન થઈ. આ ઈન્પુટ પછી છ્‌જીનો શક વધ્યો. હવે છ્‌જી નોઈડા ડેફ સોસાયટીના મેનેજર રૂમા રોકાને લખનઉસ્થિત યુપી એટીએસના મુખ્યાલય લઈને પૂછપરછ કરી રહી છે. જાેકે રૂમાનું કહેવું છે કે બાળકો કઈ રીતે આ સંસ્થાની જાળમાં ફસાઈને ઈસ્લામ ધર્મ સ્વીકાર કરી રહ્યાં હતાં એ વિશે તેમને કોઈ માહિતી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.