નોઈડામાં પતિએ પત્નીની હત્યા માટે સોપારી આપી
નોઈડા , લગ્ન જીવનમાં આવતા વળાંકના કારણે પતિ-પત્ની ક્યારેક ખોટા પગલા ભરી લેતા હોય છે. આવી જ એક ઘટના નોઈડામાં બની છે કે જ્યાં પતિએ જ વિચિત્ર કારણથી પોતાની પત્નીની સોપારી આપીને હત્યા કરાવી દીધાની ઘટના બની છે.
નોઈડાના શખ્સે પોતાની પત્નીની મિત્ર પાસે હત્યા કરાવી નાખી હતી. પતિએ હત્યાનું કાવતરું રચીને પોલીસને ફરિયાદ કરવા માટે પહોંચ્યો હતો. પરંતુ પોલીસને આ ઘટનામાં કંઈક દાળમાં કાળું હોવાનું માલુમ પડ્યું હતું, જ્યારે તપાસ કરવામાં આવી તો આ ઘટનાનો ભેદ ખુલ્યો હતો.
આરોપી પતિએ પત્નીની હત્યા કરવા માટે પોતાના મિત્ર અને રિક્ષા ડ્રાઈવરને સોપારી આપી હતી. પોલીસે કરેલી તપાસમાં આ કેસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. હત્યારાએ મહિલાની હત્યા કરતા પહેલા તેની સાથે કરેલી કરતૂત પર તપાસમાં ખુલી છે.
સોમવારે નોઈડા પોલીસે ૨૨ વર્ષની પરિણીતાની હત્યા કરવાના ગુનામાં રિક્ષા ડ્રાઈવરની ધરપકડ કરી છે. આ રિક્ષા ડ્રાઈવરને પરિણીતાના પતિએ જ સોપારી આપી હતી. ૨૮ વર્ષના આરોપી રિક્ષા ડ્રાઈવર રામબીર ઉર્ફે સાહુએ પરિણીતાની હત્યા કરી હતી.
તેની સામે આઈપીસીની કલમ ૩૭૬ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપી રિક્ષા ડ્રાઈવર સાહુએ મહિલાની હત્યા કર્યા બાદ તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. પોલીસે જણાવ્યું કે, મહિલાના પતિની પણ ધરપકડ કરી લેવામાં આવી છે, જે હત્યારા ઓટો ડ્રાઈવરનો પતિ છે.
પોલીસે જણાવ્યું કે રામબીરને હત્યા માટે મૃતકના પતિ દ્વારા ૧.૫ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા, પરિણીતાનો આરોપી પતિ કચોરી વેચવાનો ધંધો કરે છે.
હત્યા માટે સોપારી આપનારા પતિને મહિલાની બહેન સાથે પ્રેમ સંબંધ હતા અને તે તેની સાથે સાથે લગ્ન કરવા માટે ગતો હતો. આવામાં તેની બહેન કે જેની સાથે તેણે લગ્ન કર્યા હતા તે કાંટાની જેમ તેને ખુંચી રહી હતી. ૨૦ જાન્યુઆરીએ આરોપી પતિએ પોતાની પત્નીનો ઘરમાં મૃતદેહ પડ્યો હોવાની ફરિયાદ કરી હતી.
સેક્ટર ૧૨૬ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ ફરિયાદ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં નોઈડા પોલીસે જણાવ્યું કે, રામબીરને સેક્ટર-૯૪ના ગોલ ચક્કર પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે ૧૯એ મહિલાના પતિએ તેની હત્યા કરવા માટે કહ્યું હતું આ સાથે તેણે ૭૦,૦૦૦ રૂપિયા પણ આપવાની વાત કરી હતી. તેને એડવાન્સમાં ૨,૦૦૦ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા.
આ પછી તે દારુની દુકાન ગયો હતો અને ત્યાં રૂપિયા વાપર્યા હતા. આરોપી ૨૦ જાન્યુઆરીએ ફરી મહિલાના પતિને મળ્યો હતો, જ્યાં તેના પતિએ હત્યાની સોપારીની વાત કરીને આ કામ માટે ૧.૫ લાખ આપવાની વાત કરી હતી. આ પછી આરોપી રિક્ષા ડ્રાઈવર કામ કરવા માટે તૈયાર થઈ ગયો હતો.
વધુમાં પોલીસે જણાવ્યું કે, રામબીર પરિણીતાની હત્યા કરવા માટે તેના ઘરમાં ઘૂસવા માટે પતિએ રૂપિયા આપ્યા હોવાની વાત કરી હતી. ઘરમાં ઘૂસ્યા પછી રામબીરે પરિણીતાને લાફો માર્યો હતો અને લાફો માર્યા પછી તેને માથામાં માર માર્યો હતો.
ગંભીર ઈજા થતા પરિણીતા બેભાન થઈ ગઈ હતી, આ પછી આરોપીએ વારંવાર મહિલાનું માથું જમીન પર પછાડ્યું હતું, આ કારણે મહિલાનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. મહિલાના મૃતદેહની તપાસ કરતા માલુમ પડ્યું હતું કે તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધવામાં આવ્યા છે.
પોલીસે કરેલી કડક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે તેણે પરિણીતાની હત્યા કર્યા બાદ તેની લાશ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. હત્યારા સામે આઈપીસીની કલમ ૩૭૬ (બળાત્કાર) અને ૧૨૦બી (ગુનાહિત ષડ્યંત્ર) પણ જાેડવામાં આવી છે.SSS