નોકરીઓના નામે છેતરતી વેબસાઈટથી સાવધ રહો

ધી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. (CCI)ના ધ્યાને આવ્યું છે કે બેઈમાન તત્વો નકલી વેબસાઈટ દ્વારા ધી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ.ના નામે નોકરીઓ પ્રકાશિત કરીને ઉમેદવારો/જનતાને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અરજી ફી તરીકે નાણાં વસૂલવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.
આ નકલી વેબસાઇટ્સના URL http://cotcorp.in/ અને https://career.cotcorp.in/ (ભરતી)છે.
આથી સામાન્ય જનતાને જણાવવામાં આવે છે કે હાલમાં CCIમાં કોઈ ભરતી પ્રક્રિયા ચાલી રહી નથી.
તેથી, સામાન્ય જનતાને અનધિકૃત વેબસાઇટ્સની આવી કપટપૂર્ણ પ્રવૃત્તિઓ સામે સાવચેત કરવામાં આવે છે.
આવી અનધિકૃત વેબસાઇટ સાથે વ્યવહાર કરનારી કોઈપણ વ્યક્તિ પોતાના જોખમે આવું કરવાનું રહેશે અને તેના પરિણામો માટે CCI કોઈપણ રીતે જવાબદાર રહેશે નહી.