Western Times News

Gujarati News

નોકરીની લાલચ આપી ચાર શખ્સોએ યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો

Files Photo

(પ્રતિનિધિ): શહેરમાં ગંભીર પ્રકારનાં ગુનાનો ગ્રાફ સીધી લીટીમાં વધી રહ્યો છે. તેમાં પણ મહિલાઓ સાથે છેડતી અને બળાત્કારના ગુના ખુબ જ વધી ગયાં છે. મહિલાઓ કે યુવતી સાથે છેડતીની ફરિયાદો એકાંતરે નોંધાતી જ રહે છે. તેમાં વધુ એકનો વધારો થયો છે. જેમાં શહેરની એક યુવતી સાથે ગંગરેપની ઘટના બની છે. મહિલા સહિત પાંચ આરોપીઓ યુવતીને નોકરીની લાલચ આપીને શહેરની વિવિધ હોટલોમાં બળાત્કાર ગુજાર્યો હતો.

આ ઘટનાની વિગત એવી છે કે મીનાક્ષી નામની યુવતીને નોકરીની જરૂરિયાત હોવાથી તેને નોકરી અપાવવાની લાલછચ આપી ચાર શખ્સોએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. શહેરની વિવીધ હોટેલમાં લઈ વઈને યુવતીને કેફી પીણું પીવડાવ્યા બાદ બળાતકાર કરાયો હોવાનું બહાર આવ્યું છે.

ઉપરાંત આ જધન્ય કૃત્યમાં તેની સાથે એકથી વધુ વખત બળાતકાર કરવામાં આવ્યો હતો. સુત્રો અનુસાર બળાત્કારનો આ બનાવ આશરે એક મહિના અગાઉનો છે. જેમાં ચાર પુરૂષોની મદદ કરવામાં એક મહિલા પણ સામેલ છે. તેમણે યુવતીને રહેવા માટે ઘર પણ ભાડે અપાવ્યું હતં. વારંવાર ગંગરેપનો ભોગ બનતાં યુવતી હાલમાં માનસિક રીતે તણાવમાં છે. જાે કે તેમ છતાંય તે હિંમત કરીને મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશન વસ્ત્રાપુર ખાતે પહોંચી હતી. જ્યો તેની ફરિયાદ નોંધ્યા બાદ બનાવની ગંભીરતા જાેઈ તપાસ શહેર ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.