નોકરીની લાલચ આપી નકલી ડોકટર યુવતી પર છ વર્ષ રેપ કરતો રહ્યો
જબલપુર: નોકરીની લાલચ આપી નકલી ડોકટરે યુવતી પર રેપ કર્યો છે એટલું જ નહીં તેણે પીડિત યુવતીની બહેનોને સરકારી નોકરી અપાવવાની લાલચ પણ આપતો રહ્યો નોકરીના નામ પર બહેનોના શૈક્ષણિક પ્રમાણ પત્ર પણ પોતાની પાસે રાખ્યા હતાં. આ કારણે તે છ વર્ષથી યુવતીની સાથે દુરાચાર કરતો રહ્ય અહીં મન ન ભરાયું તો યુવતીના પિતા પાસે છ લાખ રૂપિયા પણ વસુલ કર્યા હતાં.
યુવકની છેંતરપીડી જાેઇને યુવતી અવાક થઇ ગઇ અને પિતાના પૈસા પાછા આપવાની વાત કરી તો આરોપીએ તેને બદનામ કરવાની ધમકી આપી આથી પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી પીડિત યુવતીની ફરિયાદ પર પોલીસે રેપ અને છેંતરપીડીનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.
પીડિતાનું કહેવુ છે કે ૨૦૧૪માં આધારતાલ પોલીસ સ્ટેશન વિસ્તારના રવિન્દ્ર સિંહ ચઢારથી તેની દોસ્તી થઇ હતી તેણે પોતાનું નામ ડો આયુષ્માન ગોયલ બતાવી યુવતી સાથે લગ્નનો પ્રસ્તાવ મકયો જેને યુવતીએ ફગાવી દીધો ત્યરબાદ તેને ભાવનાત્મક રીતે બ્લેકમેલ કરી અને પોતે જીવ આપી દેશે તેમ કહ્યું આથી યુવતી લગ્ન માટે તૈયાર થઇ ત્યારબાદ ૨૦૧૫માં યુવતીને તેના ઘરમાં એકલી જાેઇ આરોપીએ રેપ કર્યો અને ગત ૨૧ માર્ચ સુધી તે લગ્નની લાલચ આપી તેના ઘર હોટલ અને પોતાના ઘરમાં રેપ કરતો રહ્યો હતો અને લગ્ન કર્યા નહીં