નોકરીની લાલચ આપી યુવાન સાથે રૂ.૧ર લાખની છેતરપીંડી
(પ્રતિનિધિ) અમદાવાદ : નોકરીની લાલચ આપીને યુવાનો સાથે છેતરપીંડી કરતી કેટલીક ટોળકીઓ શહેરમાં સક્રિય છે જે યુવાનોને ઉંચા હોદ્દા અને ખોટા પગારના સપના બતાવે છે મહત્વકાંક્ષી યુવાનો આવા ઠગોની વાતોમાં આવી પોતાના રૂપિયા ગુમાવી બેસે છે આવી જ એક ફરિયાદ ગઈકાલે સોલા પોલીસમાં નોંધાઈ છે જેમાં ટુકડે ટુકડે યુવાનના બાર લાખ ઉસેડી લેવાયા છે.
કેતન વિનોદરાય વ્યાસ (રહે. ચાંદલોડીયા) આશ્રમ રોડ ઉપર ખાનગી કંપનીમાં જીએસટી મેનેજર તરીકે નોકરી કરે છે તેમણે બીજી નોકરી મેળવવા ઓનલાઈન અરજી કરેલી હતી દરમિયાન કેટલાક દિવસો અગાઉ નિખીલ પરીખ ઉર્ફે નિરજ શર્મા નામના શખ્સોન તેમના ઉપર ફોન આવ્યો હતો અને સારી નોકરીની ઓફર કરી હતી
જાકે એ માટે પહેલા સભ્ય પદ મેળવવું પડશે તેમ કહી ને બેલેન્સ બતાવવાનું કહી ટુકડે ટુકડે વિવિધ ચાર્જ લગાવી કુલ બાર લાખ રૂપિયા પોતાના એકાઉન્ટમાં મેળવી લીધા હતા બાદમાં કેટલીક જગ્યાએ કેતનને બોલાવીને મિટીંગો કેન્સલ કરી ફરી મળવાનું કહયું હતું ઘણો સમય થવા છતાં નોકરી ન મળતાં કેતને પોતાના રૂપિયા પર આપવા કહેતા નિખિલ ઉર્ફે નીરજે સંપર્ક કાપી નાખ્યો હતો છેવટે કેતને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાની જાણ થતાં પોલીસ ફરીયાદ કરી છે.