નોકરી કરતાં પતિ-પત્નિ કઈ રીતે રહી શકે છે, ખુશખુશાલ
કેટલીક વાર કોઈ વાત કે કામ માટે એકનો મૂડ હોય છે અને બીજાનો ન હોય, વાત ભલે મૂવી જાેવા કે શોપિંગ કરવાની હોય, હોટલમાં ડિનર કરવાની હોય કે ક્યાંક બહાર જવાની. જાે બંનેમાંથી એકની ઈચ્છા ન હોય તો બીજાએ તેને ગેરસમજમાં ન લેવું જાેઈએ
એક સમય હતો જયારે મહિલાઓનું કાર્યક્ષેત્ર ઘરની ચાર દીવાલમાં મર્યાદિત હતું. પુરુષ ઘરની બહાર કમાવવા જતા હતા અને મહિલાઓ ગુહસ્થી સંભાળતી હતી, પરંતુ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. મહિલાઓ ગૃહસ્થી તો આજે પણ સંભાળે છે, સાથે નોકરી પણ કરે છે, પરંતુ બંને વ્યવસાયી હોવાથી પરિવારની કમાલણી ભલે વધી જાય, પરંતુ દંપતી પાસે એકબીજા માટે સમય નથી રહેતો.
કહેવાનો અર્થ એ છે કે બંને એટલા વ્યસ્ત રહે છે કે તેમને એકબીજા સાથે વાત કરવા સુધ્ધાનો સમય નથી મળતો.
આ સ્થિતિમાં વ્યવસાયી મહિલા પાસે પતિ અને બાળક માટે સમજ નથી હોતો, તો કિટી પાર્ટી, કલબ જવા અથવા સહેલીઓ સાથે ગપ્પા મારવાનો તો પ્રશ્ર જ નથી રહેતો.
ભારતીય સમાજમાં પુરુષ ભલે ઘરનો મુખિયો હોય, પરંતુ તે દરેક વાત માટે પત્ની પર નિર્ભર રહે છે ત્યાં સુધી કે પોતાની પ્રાથમિક જરૂરિયાતો માટે પણ તેને પત્નીની જરૂર હોય છે. પત્ની બિચારી કેટલું ધ્યાન રાખે? પતિને હુકમ ચલાવતા વાર નથી લાગતી, પરંતુ પત્નીએ તરત જ પતિની સેવામાં હાજર થવું પડે છે,
નહી તો મહેણાં સાંભળવા પડે છે કે તેને તો પતિની પરવા જ નથી. હવે જયાં તે કામના બોજ હેઠળ એટલી દબાયેલી છે કે તે ખુશ રહી નથી શકતી, તો પતિને કેવી રીતે ખુશ રાખે? થોડીક કસર રહી જતા પતિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે.
કેવી મુસીબત છે કે પત્ની પોતાના પતિની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે, તેમ છતાં ગુસ્સે થાય છે અને પતિ શું પોતાની પત્નીની ઈચ્છા, ભાવના અને જરૂરિયાતનું ધ્યાન રાખી શેક છે ? શું પતિ જ થાકે છે, પત્ની નહી?
વ્યવસાયી પતિ-પત્નીને એકબીજાની પસંદનાપસંદ, વ્યસ્તતા અને મજબુરી સમજવા પડશે. તો જ તે સુખી રહી શકે છે.
વ્યવસાયી, દંપતી ક્યાંક જવાનો પ્રોગ્રામ બનાવે છે, પરંતુ જાે તેમાંથી કોઈ એકને રજા ન મળે, તો એવામાં પ્રોગ્રામ સ્થગિત રાખવો પડે છે. તેને સહજતાથી લેવું જાેઈએ. આ જ રીતે ક્યાંક હોટલ, પાર્ટીમાં જવાનો પ્રોગ્રામ બને, પરંતુ કોઈ એકને ઓફિસમાં કામ વધારે હોવાથી આવવામાં મોડું થાય, તો તેની આ મજબુરી સમજવી જાેઈએ.
વ્યવસાયી દંપતીમાં ઓફિસની તાણ પણ રહે છે. શક્ય છે કે તેમાંથી કોઈ એકનો બોસ ખડૂસ હોય તો એવામાં તેની પીડા સહન કરી જયારે પતિ કે પત્ની ઘરે આવે છે, તો તે પોતાનો ગુસ્સો સાથી કે પછી બાળકો પર ઉતારે છે. તેમણે એવું ન કરતા એકબીજાની સમસ્યા અને તાણ પર ચર્ચા કરવી જાેઈએ. જાે તેઓ એકબીજાને મિત્ર માની પોતાની સમસ્યા વ્યકત કરે, તો તે ઘણે અંશે દૂર થઈ શકે છે.
કેટલીક વાર કોઈ વાત કે કામ માટે એકનો મૂડ હોય છે અને બીજાનો ન હોય. વાત ભલે મૂવી જાેવા કે શોપિંગ કરવાની હોય, હોટલમાં ડિનર કરવાની હોય કે ક્યાંક બહાર જવાની. જાે બંનેમાંથી એકની ઈચ્છા ન હોય તો બીજાએ તેને ગેરસમજમાં ન લેવું જાેઈએ અથવા તો પછી એેકે બીજાની લાગણીની કદર કરતા તે માટે પોતાને તૈયાર કવરી, પરંતુ તે જે પણ નિર્ણય હોય તે થોપવામાં આવેલ કે શરત પર આધારિત ન હોય.
વ્યવસાયી પતિ-પત્નીને એકબીજા પાસેથી એટલી અપેક્ષા જ રાખવી જાેઈએ જે સામેવાળો કે વાળી ચિંતામાં પડ્યા વિના પૂરી કરી શકે. વ્યવસાયી દંપતીને જેટલો પણ સમય સાથે પસાર કરવા માટે મળે છે તેને હસીખુશી પસાર કરો ન કે લડાઈ ઝઘડા કે મહેણાં મારવામાં. આ કિંમતી સમયને નષ્ટ ન કરો. ઘર અને બહારની કેટલીક જવાબદારીને પરસ્પર વહેંચી લો. જેના માટે જે સુવિધાજનક હોય તે જવાબદારી લેવી. આ રીતે કોઈ એક પર જ ભાર નહીં આવે.
માન્યું કે વ્યવસાયી દંપતીની વ્યસ્તતા ખૂબ હોય છે, પરંતુ તેમને દામ્પત્યનો નિર્વાહ પણ કરવાનો છે. જાે બંને પાસે એકબીજા માટે સમય નથી, તો આવી કમાણીનો શું ફાયદો? થોડો સમય તો એકબીજા માટે કાઢવો જ જાેઈએ, તેમાં તેમના દામ્પત્યની ખુશી છુપાયેલી છે.