નોકરી ગુમાવનારા લોકોને હવે રોજગારી ભથ્થું અપાશે
નવી દિલ્હી, કોરોના લોકડાઉનને કારણે ભારતની અર્થવ્યવસ્થા માંદી પડી છે અને એક રિપોર્ટ પ્રમાણે ૧.૯ કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. અર્થતંત્રમાં પડેલા ગાબડા બદલ સરકારની ટીકાઓ પણ થઈ રહી છે. હવે મોદી સરકારે નોકરી ગુમાવનારીઓની મદદ કરવાની જાહેરાત કરી છે.જે પ્રમાણે કર્મચારી રાજ્ય વીમા નિગમમાં જે કામદારો નોંધાયેલા છે અને આમાંથી જેમણે ૨૪ માર્ચ બાદ નોકરી ગુમાવી છે તેમને મોદી સરકાર અડધો પગાર અનએમ્પોલમેન્ટ બેનિફિટ તરીકે આપશે. જેનો અર્થ એ થાય છે કે, કોરોના સંકટમાં નોકરી ગુમાવનારા ઔદ્યોગિક કામદારોને ત્રણ મહિના સુધી અડધો પગાર બેકારી ભથ્થા તરીકે મળશે.