Western Times News

Gujarati News

નોકરી પર જવાનું કહીને આખી રાત્ર પતિ કોલગર્લ સાથે રહેતો

અમદાવાદ: એક યુવકને કોલગર્લ સાથે અફેર તે આખી રાત કોલગર્લ સાથે રહેતો હતો. બીજી બાજુ પત્નીને આ અંગેની જાણ થતા પત્નીએ ૧૮૧ની મદદ માંગી હતી. તેમણે સમગ્ર મામલો થાળે પડ્યો હતો

શહેરના પોશ વિસ્તાર નવરંગપૂરાની એક યુવતીએ ૧૮૧ પર ફોન કરીને પતિને કોલગર્લ સાથે અફેર હોવાથી  પતિ ઝઘડો કરી મારઝુડ કરે છે. તેમ

કહી  મદદ માંગી હતી. જેથી ૧૮૧ની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને  યુવતી સાથે વાત કરતા યુવતીએ જણાવ્યું હતું કે, પતિ રોજ રાત્રીની નોકરી છે. તેમ કહીને ઘરેથી જતો રહે છે. બાદમાં ફોન ઉપાડતા નથી. ઉપાડે તો ઉંઘમાંહોય તેવા અવાજે બોલે અને ગુસ્સો કરી ફોન મુકી દે છે .

જેથી પતિના નોકરી કરતી સ્થળે યુવતીએ ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું કે, તેમનો પતિ રાત્રીના સમયે ક્યારેય નોકરી પર આવ્યો જ નથી. જેથી જે યુવતીએ તપાસ કરી ત્યારે જાણવા મળ્યુકે, તેના પતિનેએક કોલગર્લ સાથે અફેર છે અને રોજ રાત્રીના સમયે પતિ કોલગર્લ સાથે રહે છે. જેથી જે 181ની ટીમે પતિને બોલાવી કાઉન્સેલીંગ કરી

તમારા છોકરાઓ પર આની ખરાબ અચર પડે છે. તમારે પત્ની સાથે મારઝુડ કરવી જોઈએ નહીં. કહીં કોલગર્લસાથેના સંબંધ તોડી નાખો તેમ જણાવી કાયદાકીય સમજ આપી હતી. જેથી  પતિએ પણ કોલગર્લનો નંબર ડિલીટ નાખ્યો હતો. આમ ૧૮૧ની ટીમે મામલાને થાળે પાડ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.