નોટબંધીથી ગોલ્ડ કારોબારમાં કાળા નાણાની એન્ટ્રી ઉપર બ્રેક
કોલકાતા, નોટબંધીના ત્રણ વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે. મોદી સરકારના નોટબંધીના પગલાના પરિણામ સ્વરુપે દેશમાં સોનાની માંગમાં ૨૫ ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. બુલિયન ટ્રેડર્સ અને જ્વેલર્સનું કહેવું છે કે, ગોલ્ડ થ્રેડ બીટુબી કારોબારમાં કાળા નાણાની એન્ટ્રી બંધ થઇ ગઇ છે પરંતુ બિઝનેશ ટુ કન્ઝ્યુમર સોદાબાજીમાં આની દરમિયાનગીરી હજુ પણ દેખાઈ રહી છે. ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશનના ચેરમેન નીતિન ખંડેલવાલે કહ્યું છે કે, નોટબંધી બાદ શરૂઆતી મહિનાઓમાં કારોબાર આશરે ૭૫ ટકા સુધી ઘટી ગયો હતો. અલબત્ત સિસ્ટમમાં કરન્સી પુરવઠો વધવાના લીધે માંગ ધીમે ધીમે વધી છે. અલબત્ત ગયા વર્ષની સરખામણીમાં ઓવરઓલ ડિમાન્ડ ૨૫ ટકા ઘટી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ ૨૦૧૬માં ભારતમાં ગોલ્ડ ડિમાન્ડ ૨૭૫.૫ ટન હતી. જે ૨૦૧૫થી ૨૧ ટકા ઓછી હતી. જ્વેલર્સની હડતાળ, મોટી ખરીદદારી માટે પેનકાર્ડને ફરજિયાત કરવાની બાબત અને નોટબંધી આના માટે કારણ હતા.
૨૦૧૫માં ગોલ્ડની માંગ ૮૫૭.૨ ટન હતી. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં નોટબંધીની અસર યથાવતરીતે રહી હતી. અલબત્ત અક્ષય તૃતિયાના દિવસે માંગમાં તેજી આવી હતી. એપ્રિલ-જૂન મહિનામાં ત્રિમાસિક ગાળામાં માંગ ૩૭ ટકા વધી હતી.પહેલી જુલાઈના દિવસે જીએસટીમાં ગોલ્ડ ઉપર ત્રણ ટકા ટેક્સ લાગૂ કરવાને લઇને માંગ ફરી ઘટી ગઈ છે. જાણકાર લોકોનું કહેવું છે કે, નોટબંધીના પરિણામ સ્વરુપે સોનાની સ્મગલિંગમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. કારણ કે માર્કેટમાં મૂડી ઓછી હતી. કારોબારમાં કાળા નાણાની એન્ટ્રી ખતમ થઇ ચુકી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, કાળા નાણા બુલિયન બજારમાં જઈ શકે છે. ગોલ્ડ જ્વેલરીમાં આની શક્યતા નથી.નોટબંધીની અસર હજુ દેખાઇ રહી છે.