નોટબંધીના વર્ષો બાદ ગુજરાત પોલીસને ૧ કરોડની જુની નોટ મળી
સુરત, પીએમ નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધીને અઢી વર્ષ થયા છે. પરંતુ, જૂની નોટો હજી પણ ક્યાંક મળી આવી છે. ગુજરાત પોલીસે સુરત શહેરની એક બસમાંથી આશરે એક કરોડ રૂપિયાની જૂની નોટો જપ્ત કરી છે. આ નોટો ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની છે. આવી રદ થયેલી નોટોની મોટી કન્સાઈનમેન્ટથી પોલીસ ચોંકી ઉઠી છે. પોલીસે જણાવ્યું કે બસ મુંબઇથી આવી હતી. તે એક ખાનગી બસ હતી અને નિયોલ ચેકપોસ્ટ નજીક તલાશી લેતા તેની પાસેથી આ નોટો મળી આવી હતી.
પોલીસે કહ્યું કે, બસમાં નકલી નોટ અંગે ગુપ્ત માહિતી મળી આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલ આરોપી કતારગામનો રહેવાસી વિનોદ શાહ છે. તેમની પાસેથી મળી થેલીમાં રાખેલી નોટબંધી દરમિયાન ૫૦૦ અને ૧૦૦૦ ની લગભગ ૯૯ લાખ ૯૭ હજાર રૂપિયાની કિંમતની જૂની નોટો મળી આવી. પ્રારંભિક પૂછપરછમાં તેણે દાવો કર્યો હતો કે તેણે આ નોટો મુંબઈમાં કોઈએ આપી હતી અને તેને સુરતમાં મહેશ શાહ નામના વ્યક્તિને તે નોટો સોંપવાની હતી. પોલીસે હાલમાં આ મામલે વિગતવાર તપાસ હાથ ધરી છે.
આપને જણાવી દઈએ કે ૮ નવેમ્બર, ૨૦૧૬ ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ નોટબંધીની ઘોષણા કરી હતી. ત્યારબાદ, ૫૦૦ અને ૧૦૦૦ ની જૂની નોટો સતત મળવા લાગી. ગુજરાતમાં જ કરોડોની જૂની અને નકલી નોટો પકડાઇ છે.HS