નોટબંધીનો લાભ ફકત અમીરોને જ મળ્યો: રાહુલ ગાંધી
નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત અર્થવ્યવસ્થાના મોરચા પર મોદી સરકારની ટીકા કરતા રહે છે ગુરૂવારે અર્થવ્યવસ્થાના મુદ્દા પર તેમણે પોતાની વીડિયો સીરીજના બીજા ભાગને જારી કર્યું તેમાં તેમણે કેન્દ્ર સરકારને નોટબંધીના મુદ્દા પર ધેરી અને તેને ગરીબોની વિરૂધ્ધ નિર્ણય ગણાવ્યો રાહુલે કહ્યું કે નોટબંધીથી ફકત અમીરોને લાભ મળ્યો છે. કોંગ્રેસ સાંસદે કહ્યું કે નોટબંધી હિન્દુસ્તાનના ગરીબ કિસાન મજદુર પર આક્રમણ હતું આઠ નવેમ્બરની રાતે આઠ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦-૧૦૦૦ની નોટ બંધકરી દીધી ત્યારબાદ સમગ્ર દેશની સામે જઇ ઉભા થઇ ગયા તેમણે પુછયુ કે શું તેનાથી કાળુ નાણું ખતમ થયું શું લોકોને તેનાથી લાભ થયો બંન્ને જ જવાબ નથી.રાહુલે આરોપ લગાવ્યો કે નોટબંધીથી ફકત અમીરોને લાભ મળ્યો.
રાહુલ ગાંધીએ વીડિયો જારી કરતા ટ્વીટ કર્યું મોદીજી કૈશ મુકત ભારત હકીકત મજદુર કિસાન નાના વ્યાપારી મુકત ભારત છે જે પાસુ ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ ફેંકવામાં આવ્યું હતું તેનું એક ભયાનક પરિણામ ૩૧ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ સામે આવ્યું જીડીપીમાં ઘટાડા ઉપરાંત નોટબંધીએ દેશની અસંગઠિત અર્થવ્યવસ્થાને કેવી રીતે તોડી તે જાણવા માટે મારો વીડિયો જાેવો. વીડિયોમાં રાહુલે કહ્યું કે વડાપ્રધાને ૫૦૦-૧૦૦૦ની નોટોને રદ કરી દીધી સમગ્ર હિન્દુસ્તાન બેંકની સામે ઉભુ રહી ગયું તમે તમારા પૈસા પોતાની આવક બેંકની અંદર નાખી પહેલા સવાલ કાળું નાણું ખતમ થયું બીજાે સવાલ હિન્દુસ્તાનની ગરીબ જનતાને નોટબંધીથી શું લાભ થયો જવાબ કાંઇ નથી.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે ૨૦૧૬-૧૮ની વચ્ચે ૫૦ લાખ લોકોની નોકરી ગઇ તો ફાયદો કોને મળ્યો ફાયદો હિન્દુસ્તાનના સૌથી મોટા અરબપતિઓને મળ્યો કેવી રીતે તમારા જે પૈસા હતાં તમારા ખિસ્સાથી તમારા ધરોમાંથી નિકાળી તેનો પ્રયોગ સરકારે તે લોકોના દેવા માફ કરવામાં કર્યો.૫૦ મોટા ઉદ્યોગપતિઓના ૬૮.૬૦૭ કરોડનું દેવું માફ કરવામાં આવ્યું કિસાન મજદુર નાના દુકાનદારોના દેવાનો એક રૂપિયા માફ કરવામાં આવ્યો નથી.HS