નોટબુક વિતરણનાં પાયામાં ગરીબ વિદ્યાર્થીઓનું કારકીર્દીનું ઘડતર છે પ્રસિદ્ધિ નહી ઃ આર.સી.પટેલ
(પ્રતિનિધિ)વલસાડ, સોલધરા ખાતે કામદાર નેતા આર.સી.પટેલની સ્વ.માતા રામીબેન છનાભાઈ પટેલનાં સ્મણાર્થે દક્ષિણ ગુજરાતનાં ગરીબ-તેજસ્વી વિદ્યાર્થીઓનો નોટબુક વિતરણ સમારંભ યોજાયો જેમાં દક્ષિણ ગુજરાતનાં ગરીબ-તેજસ્વી વિદ્યાર્થીઓનો નોટબુક વિતરણ સમારંભ યોજાયો. જેમાં દક્ષિણ ગુજરાતનાં અંકલેશ્વર, સુરત, નવસારી, બિલિમોરા, ચીખલી, વલસાડ, વાપી અને છેક સેલવાસથી વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહી નોટબુકો મેળવવા સહભાગી થયા હતા. દીપ પ્રાગટ્ય પ્રસિદ્ધ કથાકાર પ્રફુલ્લભાઈ શુકલ, આર.સી.પટેલ, નીલમ પટેલ, ડો.ફોરમ પટેલ, ટવીશા પટેલ, સુમિત્રા દિનેશ પટેલ અને આગેવાન પ્રોફેસર ચેતન પટેલ, નટુ પટેલ, પૂર્વ સરપંચ સંજય પટેલ, વિનોદ પટેલ, હિરેન રાઠોડ, વૈભવ બારોટ અને જીગર પટેલની હાજરીમાં કરવામાં આવ્યું.
પ્રસિદ્ધ કથાકાર પ્રફુલ્લ શુક્લે જણાવ્યું કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં એકઠા થયેલા વાલીઓ અને વિદ્યાર્થીઓથી સમિયાણામાં એક ઉત્સવનો માહોલ ુઉભો થયો હતો. ધો.૧થી કોલેજ કક્ષા સુધીનાં ૫૬૦ વિદ્યાર્થીઓને ૫૫૦૦ પાંચ હજાર પાંચસો નોટબુકોનું વિતરણ થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. વધુમાં કથાકાર પ્રફુલ્લ શુકલે જણાવ્યું કે પેટ પર પાટા બાંધી ઉછરીને ભણેલો માણસ ભૂખ, દારૂણ ગરીબી અને અભ્યાસ કાળમાં પડતી હાલાકી સમજી શકે છે તેનો ઉત્તમ પુરાવો એટલે આર.સી.પટેલ, મારા અંતઃકરણનાં આશીર્વાદ છે કે આર.સી.પટેલ સૌથી લાંબુ જીવે અને જીવે ત્યાં સુધી આજરીતે ગરીબોની અડગપણે પડખે રહે. નીલમ પટેલે ખુબ જ ભાવુક બની આર.સી.પટેલનાં ઋજુ હૃદયનું વર્ણન કરતાં જણાવ્યું કે અમે સમજતાં થયા ત્યારથી માત્ર ગરીબ માટે જીવતા અને ઝઝુમતા આર.સી.પટેલ સાચા અર્થમાં કોઈપણ પ્રકારનાં સ્વાર્થ કે પ્રસિદ્ધિની અપેક્ષા રાખ્યા વિના છેલ્લા ૧૯ વરસથી એકધારી રીતે ગરીબો અને ખાસ કરીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે અનેક પ્રકારનાં એમનાં જીવનનાં ચઢાવ ઉતાર વચ્ચે પણ સંઘર્ષ સાથે સેવા કરી રહ્યા છે.
આવા વ્યક્તિઓ સમાજમાં આંગળીનાં વેઢે ગણાય એટલા જુજ અને અપવાદરૂપ છે. કામદાર નેતા આર.સી.પટેલે વક્તાઓનાં વક્તવ્યનો સુર રામીબા સ્મૃતિ હોય અતિ લાગણીસભર બની જતાં જણાવ્યું કે દુકાનોમાંથી આવતા દાળ, ચા, ખાંડનાં પડીકાંના કાગળોમાંથી નોટબુક બનાવી તેમાં બધાં જ વિષયો લખી વાંચી ભણેલો આ વ્યÂક્ત પોતાનાં મજબુત મનોબળથી આજે જનેતાથી કુખેથી સંસ્કારને લઈ હજારો વિદ્યાર્થીઓને નોટબુકો વિનામૂલ્યે વહેચતા આ વિદ્યાર્થીઓ અને વાલીઓનાં હસ્તા ચહેરાઓ જાઈ ક્યાંયે નહિ મળે એવો આનંદ સપરિવાર મેળવી રહ્યું છે. પટેલે એમ પણ જણાવ્યું કે વિદ્યાર્થીઓની કારકીર્દીનાં ઘડતર માટે નોટબુકો, યુનિફોર્મ કે ફીની ખએરાત કરી રહ્યો છું કોઈ પ્રસિદ્ધિ કે સત્તાની લાલસા માટે નહિ. આ પ્રસંગે પ્રોફેસર ચેતન પટેલ, નટુ પટેલ, પૂર્વ સરપંચ સંજય પટેલ, નિલમ પટેલ, ટવીશા પટેલ, ડો.ફોરમ પટેલ, દિનેશ પટેલ, સુમિત્રા દિનેશ પટેલ, વિનોદ પટેલ, હિરેન રાઠોડ, વૈભવ બારોટ અને જીગર પટેલે વિગેરે હાજર રહ્યા હતાં.*