નોટરીના સિક્કાઓનો ખોટી રીતે ઉપયોગ કરી ડોક્યુમેન્ટ બનાવનાર ઝડપાયો
એસ.ઓ.જી પોલીસે ભરૂચ આર.ટી.ઓ બહાર રહેલ ઝેરોક્ષ ની કેબીન પર છાપો માર્યો હતો. |
ભરૂચ: નોટરી ના સિક્કાઓ નો ખોટી રીતે ઉપયોગ કરી ડોક્યુમેન્ટ બનાવવા બાબતે ભરૂચ એસ.ઓ.જી પોલીસે ઝેરોક્ષ ની કેબીન ના સંચાલક ને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ ના વડદલા પાસે આવેલ આર.ટી.ઓ કચેરી ની બહાર ચાલતી મદની ઝેરોક્ષ ની કેબીન માં ડ્રાઈવીંગ ઈસન્સ,આર.સી બુક સહીત ના ડોક્યુમેન્ટ ની કલર કોપી કરી રૂપિયા લઈ તેને નોટરી ના ટુ કોપી ની સિક્કા મારી આપવાનું કૌભાંડ ચાલતું હોવાની ફરીયાદ રિક્ષાચાલકે કરી હતી.જેની તપાસ એસ.ઓ.જી પોલીસે હાથ ધરી હતી.પોલીસ ની તપાસ માં ઝેરોક્ષ કોપી પર નોટરી ના સિક્કા અને સહી નો સ્કેન કરી તેને કોપી પર પ્રિન્ટ કરી વ્યવસ્થિત રીતે કૌભાંડ ચાલતુ હોવાનું બહાર આવતા પોલીસે મુદ્દામાલ સહિત નંદેલાવ ના શહેજાદ ધંટીવાલા ને ઝડપી પાડી આગળ ની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું ડી.વાય.એસ.પી ડી.પી.વાઘેલા એ જણાવ્યું હતું.
પોલીસ તપાસ માં નોટરી સહિત અન્ય ની પૂછપરછ કરવા સાથે અન્યો ની સંડોવણી છે કે કેમ તેમજ કેટલા સમય થી આ રીતે આ ધંધો ચાલતો હતો તે અંગે શું બહાર આવે છે તે જોવું રહ્યુ.