નોનવેજ ખાધા પછી શાહપુરમાં ફુડ પોઈઝનીંગઃ સાત ગંભીર
દુકાનમાંથી નોનવેજ લાવ્યા બાદ ઘરે રાંધીને ખાધા બાદ પરિવારના સાત સભ્યોની હાલત નાજુક બનીઃ તમામ શારદાબેન હોસ્પિટલમાં દાખલ : સ્થાનિક નાગરીકોમાં ગભરાટ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં ગઈકાલે સાંજે એક પરિવારે બહારથી નોનવેજ મંગાવી ઘરે રાંધીને ખાતા એક જ પરિવારના સાત સભ્યોને ફુડ પોઈઝનીંગની અસર થઈ જતાં તમામની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહયું છે તમામ અસરગ્રસ્તોને શારદાબહેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ ઘટનાના પગલે સ્થાનિક નાગરિકોમાં પણ ભારે રોષ જાવા મળી રહયો છે. આ ઉપરાંત ઘટનાની જાણ થતાં મ્યુનિ. કોર્પો.ના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા છે અને તાત્કાલિક આ અંગે તપાસ શરૂ કરી જે દુકાનમાંથી ખરીદવામાં આવ્યું હતું ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે હાલ તહેવારોની મોસમ ચાલી રહી છે અને છેલ્લા ત્રણ દિવસથી રજાનો માહોલ જાવા મળતો હતો જેના પરિણામે અનેક પરિવારો રજા માણવા પ્રવાસન સ્થળોએ જતા રહયા છે તો કેટલાક પરિવારો પોતાના ઘરે જ તહેવારોની ઉજવણી કરી રહયા છે.
શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી હલીમની ખડકીમાં રહેતા એક પરિવારના સભ્યોએ ગઈકાલે બહારથી ખાવાનું મંગાવવાનું નકકી કર્યું હતું અને તે મુજબ પરિવારના સભ્ય નજીકમાં જ આવેલા નોનવેજની દુકાનમાંથી ખરીદી કરી ઘરે લાવ્યો હતો અને ઘરે લાવ્યા બાદ તેને રાંધીને તમામ પરિવારના સભ્યો સાથે જમવા બેઠા હતા.
સાંજના સમયે બહારથી ચીકન લાવીને રાંધીને ખાધા બાદ થોડી જ વારમાં પરિવારના તમામ સભ્યોની હાલત નાજુક બનવા લાગી હતી અને એક પછી એક સાત જેટલા સભ્યોને ઉલટીઓ તથા ખેંચ આવવા લાગી હતી અને ગણતરીની મીનીટોમાં જ(૧) સોહેલ સુનીલ દાતણીયા (ઉ.વ.૧૦), (ર) રાધીકા મનોજભાઈ દાતણીયા (ઉ.પ૦) (૩) ધોની સુનિલભાઈ દાતણીયા (ઉ.વ.૧૭) (૪) સુનિલ નરેન્દ્ર દાતણીયા (ઉ.વ.૩પ) તથા અન્ય ત્રણ પરિવારના સભ્યોની હાલત ઘરે જ નાજુક બની ગઈ હતી જેના પરિણામે હોહામચી જતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. એક જ પરિવારના સાત સભ્યોની અત્યંત નાજુક હાલત જાતા સ્થાનિક નાગરિકો ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને તથા પોલીસને જાણ કરી હતી.
ફુડ પોઈઝનીંગની અસરથી પરિવારના સાતેય સભ્યોની હાલત ગંભીર બની જતાં સમગ્ર ચાલીમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો ૧૦૮ ના ડોકટરો પણ અસરગ્રસ્તોની હાલત જાઈ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક તમામને શારદાબહેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જયાં તમામની હાલત ગંભીર હતી
સાતેય સભ્યોને હોસ્પિટલમાં લવાયા બાદ તબીબોએ પણ તાત્કાલીક તમામની સારવાર શરૂ કરી હતી પરંતુ તેમા કોઈ સુધારો જણાતો ન હતો. એક જ પરિવારના સાત સભ્યોને ફુડપોઈઝનીંગની અસરથી ગંભીર હાલતમાં લઈ જવાયાની જાણ થતાં જ કોર્પોરેશનના અધિકારીઓ એલર્ટ બની ગયા હતા અને તાત્કાલિક આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી
આજે સવારથી જ કોર્પોરેશનના અધિકારીઓએ કઈ દુકાનમાંથી આ વસ્તુ ખરીદવામાં આવી હતી તે અંગે જાણકારી મેળવી રહયા છે. બીજીબાજુ પરિવારના સભ્યોએ રાંધેલો ખોરાકના નમુના લેવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતાં. પ્રાપ્ત માહિતી મુજબ ફુડ પોઈઝનીંગના કારણે જે ઘટના ઘટી છે તે ખૂબ જ ચોંકાવનારી છે અને આ ખોરાક ખાવાથી પરિવારના સભ્યોની જે હાલત થઈ છે
તે જાતા તે ખૂબ જ વાંસી હોવાનું મનાઈ રહયું છે. વધેલો ખોરાક બહાર કચરા પેટીમાં નાંખવામાં આવ્યો હતો અને તે ખાધા બાદ એક કુતરાનું પણ મોત નીપજયુ હોવાનું જાણવા મળે છે જેના પરિણામે અધિકારીઓ વધુ એલર્ટ બન્યા છે. પરિવારના તમામ સભ્યોની Âસ્થતિ પર તબીબો સતત નજર રાખી રહયા છે અને તમામની સઘન સારવાર ચાલી રહી છે.