નોબિતા-શિજુકાના લગ્ન થયા, ડોરેમોનને લઈ ફેન્સ ઇમોશનલ
મુંબઈ: શું તમે કે આપના બાળકો કાર્ટૂન શોના શોખીન છો. જાે હા તો આપે કાર્ટૂન શો ડોરેમોનનું નામ ચોક્કસ સાંભળ્યું હશે. ડોરેમોન ભારતમાં સૌથી વધુ લોકપ્રિય કાર્ટૂન શો છે. આ શોમાં કાર્ટૂનના કેરેક્ટર્સ ડોરેમોન, નોબિતા, શિજુકા, સુનિયો અને જિયાનએ લોકોના દિલ જીતી લીધા છે. લાંબા સમય સુધી બાળકો અને મોટાઓનું મનોરંજન કરી રહેલા ડોરેમોન તેની મિત્ર શિજૂકાને કેટલી પસંદ કરે છે તે તો આપ સૌ જાણો છો.
ટૂંક સમયમાં ડોરેમોનની નવી ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે, જેમાં નોબિતા અને શિજૂકાના લગ્ન દર્શાવવામાં આવશે. વર્ષ ૨૦૧૪માં રિલીઝ થયેલી ફિલ્મની સીક્વલનું હશે. પહેલો પાર્ટ જેમાં નોબિતા અને ડોરેમોનની પહેલી મુલાકાત અને તેમના એડવેન્ચર વિશે હતી,
તો બીજાે પાર્ટ નોબિતાની ચાઇલ્ડહુડ ફ્રેન્ડ શિજુકા સાથે તેના લગ્ન વિશે હશે. ફિલ્મ નવેમ્બર ૨૦૨૦માં જાપાનમાં રિલીઝ થઈ ચૂકી છે અને ફેબ્રુઆરી ૨૦૨૧માં તેને ઈન્ડોનેશિયામાં રિલીઝ કરવામાં આવશે.
આ અહેવાલ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. નોબિતા અને શિજુકાના લગ્નને લઈને પ્રશંસકો પણ ઇમોજનલ જાેવા મળી રહ્યા છે. તેઓએ બંનેના લગ્ન સાથે જાેડાયેલી તસવીરો શૅર કરીને લખ્યું, નોબિતા અંતે શિજુકા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.
હવે ડેકિસુગી ક્યાં છે? નોંધનીય છે કે, સીબીઆઇ પિક્ચર્સે આ સમાચાર ટ્વીટર પર શૅર કર્યા છે અને તેની સાથે સોશિયલ મીડિયા પર નોબિતા અને શિજુકાનું લગ્ન ટ્રેન્ડ થવા લાગ્યું છે. આ કાર્ટૂનના પાત્રોને પસંદ કરનારા કરોડો પ્રશંસકો સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પોતાના ઇમોશન્સ શૅર કરી રહ્યા છે.