નોરાએ દેશી લૂક સાથે પોતાનાં જ બોલ્ડ લૂકની હદ વટાવી
મુંબઈ: નોરા ફતેહીનું કોઈ નામ લે તો પહેલાં મગજમાં તેના બોલ્ડ સોંગ્સ અને ફેશનની તસવીરો આંખ સામે આવી જાય. જાે કે, એ વાતમાં કોઈ શક નથી કે તે પોતાને દિલથી ભારતીય માને છે. દેશી કપડાઓ પહેરવા તેને ખૂબ જ પસંદ છે. જ્યારે તે ડ્રેસિંગ કરે છે ત્યારે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ થઈ જાય છે. આ વખતે પણ નોરા ફતેહીનો આવો જ એક દેશી લૂક સામે આવ્યો છે. જે તેના જૂના બોલ્ડ લૂકને ભારે પડ્યો. મુંબઈના અંધેરીમાં નોરા ફતેહી સ્પોટ થઈ હતી. જ્યાં તે સામાન્ય રીતે નજરે પડતી તેના વેસ્ટર્ન લૂકથી ઉધુ ઈન્ડિયન ટ્રેડિશનલ સાથે જાેવા મળી.
નોરાએ અનારકલી શૂટ પહેર્યું હતું. જે સિલ્ક મેડ હોવાનું દેખાતુ હતું. જેમાં પ્લીટ્સની સાથે ફ્લેયર્સ જાેડવામાં આવ્યા હતા. આ લૂક તને ખૂબ જ આકર્ષક બનાવતો હતો. નોરાના આ અનારકલી સૂટમાં ડિસેન્ટ વી નેકલાઈન પણ હતી. જેમાં વચ્ચે પ્લેન ફેબ્રિક સ્ટિચ કરવામાં આવ્યું હતું. તો લોન્ગ સ્લીવ્ઝને શીયર રાખવામાં આવી હતી. પેસ્ટલ પિંક કુર્તા પર સફેદ દોરાની ચિકનકારી હતી. જે તેની સુંદરતામાં વધારો કરતી હતી.
તેનો દુપટ્ટો ઓર્ગૈજા સિલ્ક મેડ લાગતો હતો અને તેમાં કુર્તા સાથે મેચ થાય એવી એમ્બ્રોડરી કરવામાં આવી હતી. નોરા ફતેહીએ આ દેશી લૂકને માથાથી લઈને પગ સુધી પરફેક્શન આપ્યું હતું. તેણે તેના મેકઅપને ન્યૂડ ટોન રાખ્યુ હતું. વાળ સાઈડ પાર્ટ કરીને વેવ્સમાં સ્ટાઈલ રાખી હતી. તેના પગમાં એબ્રોડરીવાળા જુતા હતા અને સૂટ સાથે મેચ કરતા હતા. એટલું જ નહીં નોરાએ પગમાં ઝાંઝર પણ પહેરી હતી. જે તેના લુકમાં ખૂબ જ વધારો કરતી હતી અને એકદમ દેશી ટચ આપતી હતી.