નોરા જલપરી બની ગુરુ સાથે પાણીમાં છબછબિયાં કરતી દેખાઈ
મુંબઈ, નોરા ફતેહીનું નામ રોજ કોઈને કોઈ સાથે જાેડાય છે. તાજેતરમાં, ટેરેન્સ લુઇસ સાથેના તેના ઘણા વીડિયો વાયરલ થયા હતા, જે પછી અભિનેત્રીનું નામ તેની સાથે જાેડાવા લાગ્યું હતું. પરંતુ હવે કેટલાક વધુ ફોટા સામે આવ્યા છે, જેમાં તે કોઈ અન્યની નજીક જાેવા મળી રહી છે અને હવે તેનું નામ તે જ વ્યક્તિ સાથે જાેડવામાં આવી રહ્યું છે.
થોડા દિવસો પહેલા બોલિવૂડની ડાન્સિંગ દિવા નોરા ફતેહીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ તસવીરોમાં નોરા ફતેહી પંજાબી સિંગર ગુરુ રંધાવા સાથે જાેવા મળી હતી. બંનેને ગોવાના બીચ પર સાથે સમય વિતાવતા જાેઈને તેમના ફેન્સ અનુમાન લગાવવા લાગ્યા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.
પરંતુ, અત્યાર સુધી બંનેએ આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી અને હવે બંનેની વધુ એક તસવીર ચર્ચામાં છે, જેમાં તે ફરી એકવાર ગુરુ રંધાવા સાથે જાેવા મળી રહી છે. આ તસવીરોમાં જ્યાં નોરા એક જલપરીના રૂપમાં જાેવા મળી રહી છે, જ્યારે ગુરુ રંધાવા તેની પાસે બેઠેલા અને રોમેન્ટિક નજરે તેને જાેઈ રહ્યાં છે.
નોરાની આ તસવીર તેના અપકમિંગ મ્યુઝિક વીડિયો ‘ડાન્સ મેરી રાની’ની છે, જેમાં નોરા તેના જલપરી અવતારથી ચાહકોને ચોંકાવી દે તેવી છે. નોરાએ તેના આગામી મ્યુઝિક વીડિયોમાંથી તેનો પહેલો લુક શેર કર્યો છે, જે તેના ચાહકોમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
નોરાના વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે ‘નાચ મેરી રાની’માં રોબોટ બન્યા બાદ હવે તે ‘ડાન્સ મેરી રાની’માં જલપરી તરીકે જાેવા મળશે. ગુરુ રંધાવાએ ‘ડાન્સ મેરી રાની’માંથી નોરા ફતેહીનો ફર્સ્ટ લૂક પણ શેર કર્યો છે, જેમાં તે નોરા સાથે દેખાય છે. ફોટોમાં નોરા જલપરી અવતારમાં જાેવા મળી રહી છે, જ્યારે ગુરુ રંધાવા સફેદ કપડામાં જાેવા મળી રહ્યા છે. બંનેના ફોટા પર કોમેન્ટ કરીને તેમના ફેન્સ ખૂબ જ પ્રતિભાવ આપી રહ્યા છે.SSS