નોરા ફતેહીએ તૈમૂર સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી
મુંબઈ: નોહા ફતેહીએ પોપ્યુલ સ્ટારકિડ તૈમૂર અલી ખાન સાથે લગ્નની ઇચ્છા જાહેર કરી જે સાંભળીને કરીના કપૂર આશ્ચર્યમાં પડી ગઈ હતી. પોતાના ડાન્સથી લોકોને પાગલ બનાવનાર નોરા ફતેહીએ પોપ્યુલર સ્ટારકિડ તૈમુર અલી ખાન સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
કરીના કપૂરના ચેટ શોમાં નોરા ફતેહીએ કહ્યું કે જ્યારે તૈમૂર મોટો થઈ જશે ત્યારે પોતે તેની સાથે લગ્ન કરવા માગે છે. નોરા ફતેહીની તૈમૂર સાથે લગ્ન કરવા ઈચ્છા જાણીને કરીના કપૂર થોડી વાર માટે આશ્ચર્યમાં પડી ગઈ હતી. આ શોમાં કરીનાએ નોરાના ડાન્સના વખાણ કરતા કહ્યું કે અને અને સૈફ અલી ખાનને તમારો ડાન્સ ખૂબ જ ગમે છે.
જેના જવાબમાં નોરાએ લગ્નની પ્રપોઝલ મૂકી હતી. નોરા ફતેહીએ કરીના કપૂરનો આભાર માન્યો અને કહ્યું, મને આશા છે કે ટૂંક સમયમાં તૈમૂર મોટો થશે, હું મારી અને તેની વચ્ચે સગાઈ અને લગ્ન વિશે વિચારી શકું છું. નોરાના લગ્નના આ પ્રસ્તાવ પર કરીના કપૂર પહેલા તો ચોંકી ગઈ પછી હસતાં હસતાં કહ્યું કે, “વેલ, તે અત્યારે ૪ વર્ષનો છે.
મને લાગે છે કે હજુ ઘણો લાંબો સમય છે. જેના જવાબમાં નોરા ફતેહી હસી પડી અને કહ્યું કે “કોઈ વાંધો નહીં, હું રાહ જાેઈશ. સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો તૈમૂર જન્મથી જ પાપારાઝીઓની પસંદ રહ્યો છે. તે જ્યાં જાય છે ત્યાં પાપારાઝી પોતાનો ફોટો ક્લિક કરવાની તક છોડતા નથી.
હવે તૈમૂરે પોતાનો ફોટો ક્લિક કરતી વખતે એક્ટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. જ્યારે તેનો મૂડ ન હોય ત્યારે તે ફોટા પાડવાની ના પણ પાડી દે છે. નાતાલની પૂર્વ સંધ્યાએ નાનકડા નવાબે માસ્ક ઉતાર્યું અને ખુશીથી ફોટો ક્લિક કરાવ્યો હતો. કરીના કપૂર હાલમાં પોતાની બીજી પ્રેગ્નેન્સીનો આનંદ માણી રહી છે.
તે અને સૈફ અલી ખાન ફેબ્રુઆરીમાં તેમના બીજા બાળકનું સ્વાગત કરશે. કરીના પ્રેગ્નેન્સીના ઘણા મહિનાઓથી સુધી કામ કરતી રહી હતી. આ ઉપરાંત, જાહેરાતથી માંડીને રેડિયો શો પણ કરતી રહી હતી. કરીના કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળશે. આ ઉપરાંત તે કરણ જાેહરની ફિલ્મ તખ્તમાં કામ કરતી જાેવા મળશે.