નોરા ફતેહીની સાડી સાચવવામાં વરસાદમાં ભીનો થઈ ગયો ગાર્ડ

મુંબઈ, એક્ટ્રેસ નોરા ફતેહી પોતાના હૉટ લૂક માટે જાણીતી છે. તે જ્યારે પણ પબ્લિક પ્લેસ પર જાય ત્યારે ફેન્સ તેને જાેતાં જ રહી જાય છે. નોરા ફતેહીના ડાન્સની સાથે-સાથે લોકોને તેની એક્ટિંગ પણ ખૂબ પસંદ છે. ત્યારે હવે યૂઝર્સે એક્ટ્રેસ નોરા ફતેહીને ટ્રોલ કરી છે.
જેનું કારણ છે નોરા ફતેહીની સાડી સંભાળવાના ચક્કરમાં સિક્યોરિટી ગાર્ડ વરસાદમાં પલળી ગયો હતો. વાત જાણે એમ છે કે એક્ટ્રેસ નોરા ફતેહી મુંબઈના ભારે વરસાદમાં પોતાની ગાડીમાંથી નીકળીને વેનિટી વેન તરફ જઈ રહી હતી ત્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો. માટે, વરસાદમાં નોરા ફતેહીને કારમાંથી બહાર નીકાળવા માટે તેનો સિક્યોરિટી ગાર્ડ ત્યાં આવી પહોંચ્યો હતો.
એક ગાર્ડે નોરા ફતેહી પર છત્રી પકડી રાખી હતી કે જેથી નોરા ફતેહી પલળી જાય નહીં જ્યારે બીજા સિક્યોરિટી ગાર્ડે નોરા ફતેહીની સાડી સંભાળી રાખી હતી. જેથી નોરા ફતેહીની સાડી સંભાળનાર સિક્યોરિટી ગાર્ડ ખૂબ પલળી ગયો હતો. યૂઝર્સને આ પસંદ આવ્યું નહીં અને એક્ટ્રેસ નોરા ફતેહીને ટ્રોલ કરી હતી. નોરા ફતેહીના આ વિડીયો પર યૂઝર્સે લખ્યું કે પોતાના કપડાં જાતે જ સંભાળવા જાેઈએ.
જ્યારે અન્ય યૂઝરે લખ્યું કે પોતે કપડા પહેરો અને તે સંભાળે કોઈ બીજા? એક યૂઝરે તો એવું પણ લખ્યું કે આ કોઈ મહારાણી છે! તે સિક્યોરિટી ગાર્ડ બિચારો પલળી ગયો. જણાવી દઈએ કે, નોરા ફતેહી પહેલા એક્ટર અને નેહા ધૂપિયાના પતિ અંગદ બેદી સાથે રિલેશનશિપમાં હતી.
અંગદ બેદી સાથે બ્રેકઅપ થયા બાદ તેણે કહ્યું હતું કે, ‘દરેક છોકરીઓ તેમના જીવનમાં એકવાર ખરાબ સમયમાંથી પસાર થાય છે. મારા માટે પણ બ્રેકઅપ કડવા ઘૂંટ સમાન રહ્યું હતું. જે મારા માટે અણધાર્યો અનુભવ હતો અને તેના કારણે હું ભાંગી પડી હતી.
બે મહિના સુધી હું આઘાતમંથી બહાર આવી શકી નહોતી. જાે કે, હું તેમ ચોક્કસથી કહીશ કે આ અનુભવથી મારામાં ઘણો ફેરફાર આવ્યો. હવે હું મારા કામને લઈને વધારે જુસ્સાવાળી બની છું. હું કામ કરવા માગુ છું. હું દરેક વ્યક્તિને ખોટી સાબિત કરવા ઈચ્છું છું’.SS1MS