નોવાક યોકોવિચે ૩૬૧ સપ્તાહ બાદ નબંર વન રેન્કિંગ ગુમાવ્યું
દુબઈ, નોવાક યોકોવિચ દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઈનલમાં હારની સાથે નંબર વનનુ રેન્કિંગં પણ ગુમાવી બેઠો છે. હવે રશિયાનો દાનિલ મેડવેડવ દુનિયાનો નંબર વન ટેનિસ પ્લેયર બની જશે.યોકોવિચને ક્વાર્ટર ફાઈનલમાં ચેક રિપબ્લિકના જેરી વેસ્લીએ ૬-૪ અને ૭-૬થી હરાવીને અપસેટ સર્જયો હતો.
યોકોવિચ ૨૦૨૦ના ફેબ્રુઆરી મહિનાથી નંબર વનની રેન્કિંગ પર હતો .તે કુલ મળીને ૩૬૧ વીક સુધી નંબર વન રહી ચુકયો છે.જે રેન્કિંગ સિસ્ટમ શરુ થયા પછીનો એક રેકોર્ડ છે. સોમવારે એટીપી રેન્કિંગ જાહેર થશે ત્યારે નંબર ટુ મેડવેડેવ હવે નંબર વન પર પહોંચી જશે.ગયા વર્ષે મેડવેડેવે યુએસ ઓપન જીતી હતી અને આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં તે ઉપ વિજેતા રહ્યો હતો.SSS